Gujarat Elections: PM મોદી ફરી આ દિવસે 2 દિવસના ગુજરાત પ્રવાસે, ક્યા ક્યાં ગજવશે જનસભા

PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે.

Gujarat Elections: PM મોદી ફરી આ દિવસે 2 દિવસના ગુજરાત પ્રવાસે, ક્યા ક્યાં ગજવશે જનસભા

PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવશે. 

31 ઓક્ટોબરે સરદાર પટેલની જયંતિ છે. એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખામુહૂર્ત અને લોકાર્પણનું આયોજન પણ છે. પીએમ મોદીનો આ ટૂંકો પ્રવાસ હશે જ્યાં તેઓ કેવડિયા અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાર્યક્રમમાં હાજરી આપશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રવાસ હશે.

 
આ વિશે જાણવા મળી રહ્યું છે કે પીએમ મોદી દિવાળી પછી એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી ઉત્તર અને મધ્ય ગુજરાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news