17 વર્ષથી મારે અને મારા પિતા વચ્ચે કોઇ જ વ્યવહાર નથી: આસારામની પુત્રી ભારતી

ભક્તો માને છે અમે આસારામથી અલગ થઇ ચુક્યા છીએ જ્યારે લોકો માને છે અમે આસારામની સાથે અમારી પરિસ્થિતી સેન્ડવીચ જેવી

17 વર્ષથી મારે અને મારા પિતા વચ્ચે કોઇ જ વ્યવહાર નથી: આસારામની પુત્રી ભારતી

ગાંધીનગર : ઉત્તરપ્રદેશનાં શાહજહાપુરની એક કિશોરી સાથે રેપનાં ગુનામાં આસારામને ઉંમરકેદની સજા થયા બાદ આજે પહેલીવાર તેમની પુત્રી ભારતીએ મીડિયા સાથે વાત કરી હતી. જો કે ભારતીએ પોતે આસારામ સાથે કોઇ લેવાદેવા નહી હોવાની વાત કરી હતી અને તેનાં પિતા આસારામ અંગે કંઇ પણ ન પુછવામાં આવવું જોઇએ. ભારતી અહીં ગાંધીનગર કોર્ટમાં રજુ થવા માટે આવી હતી. સુરતની બે સગી બહેનોએ પણ આશારામ અને તેનાં પુત્ર નારાયણ સાઇ પર રેપનો આરોપ લગાવ્યો છે, જેનો કેસ અહીં ચાલી રહ્યો છે. 

આ મુદ્દે આસારામ, નારાયણ સાંઇ ઉપરાંત ભારતી અને આસારામની પત્ની લક્ષ્મી પણ આરોપી છે. ભારતી અને લક્ષ્મી પર આસારામ અને આસારામને મહિલા આશ્રમની યુવતીઓ પહોંચાડવાનો આરોપ છે. હાલ ભારતી જામીન પર છે. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલ આ કેસમાં અત્યાર સુધી 28 સાક્ષીઓનાં નિવેદન નોંધાઇ ચુક્યા છે. ભારતીએ પિતા આસારામ મુદ્દે આવેલ જોધપુર કોર્ટનાં ચુકાદા અંગે કહ્યું કે આસારામનાં મુદ્દે તમામ નિર્ણયો તેમની લીગલ ટીમ જ લે છે માટે મને આ અંગે કોઇ જ જાણ નથી હોતી. 

ભારતીને પુછાયું કે તેઓ આગળ શું કરશે, તો તેમણે કહ્યું કે, બાપુની જોધપુર લીગલ ટીમ જ જાણતી હશે કે આગળ શું થશે, મને નથી ખબર કે તેઓ શું કરશે. અમને નથી જણાવતા. તમે મારા વિશે પુછો, બાપુ અંગે તેમને જ પુછો.અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામ અને નારાયણ સાઇને જેલ ગયા બાદ આશરે ચાર વર્ષથી આસારામે સમગ્ર દેશમાં ફેલાયેલ 400 આશ્રમો અને તેનાં અબજોનાં સામ્રાજ્યની દેખરેખ ભારતી કરે છે. આસારામનું ટ્ર્સ્ટનું મેનેજમેન્ટ પણ ભારતી જ સંભાળી રહી છે. 

જો કે ભારતીએ કહ્યું કે, 17 વર્ષોથી, હું અને બાપુ અલગ રહીને કામ કરી રહ્યા છીએ. મારી એક્ટિવિટીઝ પણ અલગ છે. ન તો હું તેમની સાથે છું, ન તેમની એક્ટિવિટી સાથે, આશ્રમનાં લોકો સમજે છે કે અમે બાપુથી અલગ છીએ અને દુનિયા સમજે છે કે અમે બાપુની સાથે છીએ. અમે તો સેન્ડવિચ થઇ ગયા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news