Pearl Gemstone: કઈ રાશિઓ માટે મોતી શુભ? કયા રત્ન સાથે મોતી ન પહેરવું ? જાણી લો આ નિયમ નહીં તો ભોગવવું પડશે અશુભ ફળ

Pearl Gemstone: મોતી રત્ન ખુબ જ શુભ અને ચમત્કારી ફળ આપે છે. પરંતુ મોતી દરેક વ્યક્તિ માટે શુભ નથી. સાથે જ તેને ધારણ કરતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે અશુભ ફળ પણ આપી શકે છે.

Pearl Gemstone: કઈ રાશિઓ માટે મોતી શુભ? કયા રત્ન સાથે મોતી ન પહેરવું ? જાણી લો આ નિયમ નહીં તો ભોગવવું પડશે અશુભ ફળ

Pearl Gemstone: જ્યોતિષ શાસ્ત્રમાં રત્નનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રત્ન વ્યક્તિની કુંડળીના ગ્રહોને મજબૂત કરવાનું કામ કરે છે. પરંતુ રત્ન ધારણ કરવાના પણ કેટલાક નિયમો હોય છે. રત્ન ધારણ કરતા પહેલા તેના શુભ-અશુભ પ્રભાવ વિશે જાણવું જરૂરી છે. કોઈપણ રત્ન ધારણ કરતા પહેલા વિદ્વાન પાસેથી સલાહ લેવી જોઈએ ત્યારબાદ જ રત્ન ધારણ કરવા જોઈએ. આજે તમને રત્ન સંબંધિત આવી મહત્વની જાણકારી આપીએ. 

મોતી રત્ન ખુબ જ શુભ અને ચમત્કારી ફળ આપે છે. પરંતુ મોતી દરેક વ્યક્તિ માટે શુભ નથી. સાથે જ તેને ધારણ કરતા પહેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે અશુભ ફળ પણ આપી શકે છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મોતીનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમને મોતી પહેરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય જે લોકોના મનમાં નેગેટિવ વિચાર આવતા હોય તેમના માટે પણ મોતી રત્ન ફાયદાકારક છે. 

મોતી પહેરવાના ફાયદા

- જે લોકોને ગુસ્સો વધારે આવતો હોય તેમણે મોતી પહેરવું જોઈએ. 
- સ્કિન સંબંધિત સમસ્યાથી રાહત મેળવવા માટે અને માનસિક શાંતિ માટે મોતી રત્ન ધારણ કરી શકાય છે. 
- મોતી રત્ન ધારણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને મનોબળ મજબૂત થાય છે. 

કઈ કઈ રાશિ માટે મોતી શુભ ?

મોતી ધારણ કરવા માટે પહેલા કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે. કેટલીક રાશિઓ માટે મોતી શુભ સાબિત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મોતી શુભ પરિણામ આપે છે. 

ક્યારે અને કેવી રીતે મોતી ધારણ કરવું ?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને પૂનમ હોય ત્યારે મોતી ધારણ કરવું શુભ રહે છે. 7 થી 8 રત્તીનું મોતી ધારણ કરવું શુભ રહે છે. મોતીને ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અથવા ગાયના કાચા દૂધમાં 10 મિનિટ માટે રાખો. ત્યારબાદ ॐ ચંદ્રાય નમ: મંત્રનો 108 વખત જાપ કરી મોતી ધારણ કરો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોતીને નીલમ કે ગોમેદ સાથે ક્યારેય ધારણ ન કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news