અયોધ્યા મુદ્દાને સંવિધાન પીઠને સોંપવાની માંગ: 15મેએ સુનવણી

સુન્ની વકફ બોર્ડનાં વકીલે કહ્યું કે, રામ મંદિરનો મુદ્દો એક રાષ્ટ્રીય છે માટે તેને 5 જજોની સંવિધાન પીઠને સોંપવામાં આવે

અયોધ્યા મુદ્દાને સંવિધાન પીઠને સોંપવાની માંગ: 15મેએ સુનવણી

નવી દિલ્હી : અયોધ્યાનાં વિવાદિત રામ મંદિર મુદ્દે આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ. સુનવણી દરમિયાન સુન્ની વકફ બોર્ડનાં વકીલ રાજૂ રામચંદ્રે આ મુદ્દે એક મોટી સંવિધાન પીઠને સોંપવા માટેની માંગ કરી હતી. રામચંદ્રને કહ્યું કે, રામ મંદિર મુદ્દો એક રાષ્ટ્રીય મુદ્દો છે, એટલા માટે તેને 5 જજોની સંવિધાન પીઠને સોંપવામાં આવે. સીજેઆઇ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની પીઠનાં મુદ્દે સુનવણી માટે 15 મેની તારીખ નક્કી કરી છે. તે અગાઉ 6 એપ્રીલે પણ સુનવણી થઇ હતી. 

સુન્ની વકફ બોર્ડની આ દલિલનું રામલલા વિરાજમાનની તરફથી રજુ થયેલ વરિષ્ઠ અધિવક્તા સાલ્વેએ વિરોધ કર્યો. તેમણે કહ્રયું કે આ મુદ્દો પોપર્ટી વિવાદ સાથે જોડાયેલો છે, એટલા માટે તેને સંવિધાન પીઠને આપવા માટેની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે, આ મુદ્દાની સુનવણી ઝડપથી પુરી થવી જોઇએ. સાલ્વેએ કહ્યું કે, 1992થી દલીલો દેવાઇ રહી છે, જ્યારે દેશ હવે 1992 ઘણો આગળ વધી ચુક્યો છે. હવે આ મુદ્દો કોઇ સાંપ્રદાયિક ન રહીને માત્ર જમીન વિવાદ સાથે જોડાયેલો મુદ્દો છે. એટલા માટે આ મુદ્દાને કોઇ ધર્મ સાથે ન જોડીને જોવામાં આવવો જોઇએ. સાલ્વેએ કહ્યું કે, ધર્મ અને રાજનીતિની વાતો કોર્ટની બહાર થવી જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર, 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે મંદિર વિવાદ અંગે પોતાની સુનવણી પુરી કરતા ચુકાદો આપ્યો કે વિવાદિત સ્થળને ત્રણ ભાગમાં વહેંચવામાં આવવો જોઇએ. આ નિર્ણયની વિરુદ્ધ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારથી આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. બીજી તરફ પક્ષકારો આ મુદ્દાને કોર્ટની બહાર જ ઉકેલવા માટેનાં પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજી સુધી આ પ્રક્રિયા કોઇ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news