Ahmedabad : પિકનિકમાં વિદ્યાર્થીના મોત બાદ DEOએ દિવાન બલ્લુભાઈ સ્કૂલને ફટકારી નોટિસ

તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ની દિવાન બલ્લુભાઈ શાળા (Divan ballubhai school) ના વિદ્યાર્થીઓ વડોદરાની મહી વોટર રિસોર્ટમાં પિકનિકમાં ગયા હતા, ત્યારે બસની રાઈડમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે  DEOએ દિવાલ બલ્લુભાઈ સ્કૂલને નોટિસ ફટકારી છે. નિયમ મુજબ કોઈપણ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલા DEOની મંજૂરી લેવી પડે છે, ત્યારે આ મંજૂરી લીધી ન હોવાથી DEO સ્કૂલને નોટિસ ફટકારી છે. 
Ahmedabad : પિકનિકમાં વિદ્યાર્થીના મોત બાદ DEOએ દિવાન બલ્લુભાઈ સ્કૂલને ફટકારી નોટિસ

અતુલ તિવારી/અમદાવાદ :તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) ની દિવાન બલ્લુભાઈ શાળા (Divan ballubhai school) ના વિદ્યાર્થીઓ વડોદરાની મહી વોટર રિસોર્ટમાં પિકનિકમાં ગયા હતા, ત્યારે બસની રાઈડમાં વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે  DEOએ દિવાલ બલ્લુભાઈ સ્કૂલને નોટિસ ફટકારી છે. નિયમ મુજબ કોઈપણ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલા DEOની મંજૂરી લેવી પડે છે, ત્યારે આ મંજૂરી લીધી ન હોવાથી DEO સ્કૂલને નોટિસ ફટકારી છે. 

માનવભક્ષી સિંહ મજૂરને ખેંચીને લઈ ગયો, માત્ર શાલ-પેન્ટ મળી આવ્યા

પ્રવાસમાં લઈ જતા પહેલા DEOની મંજૂરી લેવી પડે છે
અમદાવાદની પ્રખ્યાત દિવાન બલ્લુભાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ પાદરના મુજપુર બ્રિજ પાસે આવેલ મહી વોટર રિસોર્ટમાં પિકનિકમાં આવ્યા હતા. 4 લક્ઝરી ગાડીમાં 200 જેટલા વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ રાઈડ્સમાં બેસાડવામાં આવ્યા હતા. ધોરણ-8માં ભણતો જીમિલ કવૈયા (ઉંમર 12 વર્ષ) નામનો વિદ્યાર્થી કેટલાક વિદ્યાર્થીઓ સાથે બસની રાઈડમાં બેસ્યો હતો. ત્યારે ગોળ ફરતી આ રાઈડમાંથી જીમિલે માથુ બહાર કાઢ્યું હતું. ત્યારે તેનુ રાઈડના માથુ થાંભલા સાથે ભટકાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા જીમિલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું. જેના બાદ શિક્ષણ તંત્ર જાગ્યું હતુ. DEOની તપાસમાં શાળાએ પ્રવાસની મંજુરી નહિ લીધી હોવાનું સામે આવ્યું છે. ત્યારે દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે 25 હજારથી વધુનો દંડ સ્કૂલ પાસેથી વસૂલાશે. નિયમ મુજબ કોઈપણ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જતા પહેલા DEOની મંજૂરી લેવી પડે છે. 

NSUIનો શાળા ખાતે કરાયો વિરોધ
વિદ્યાર્થીના મોતના પગલે NSUI દ્વારા શાળા ખાતે વિરોધ કરાયો હતો. NSUI દ્વારા સ્કૂલના ટ્રસ્ટીને મળવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે ટ્રસ્ટી ઓફિસ બહારથી બંધ કરીને ફરાર થઈ ગયા હતા. NSUI ના કાર્યકરોએ દરવાજો ખોલતા ઓફિસમાં અંદર કેટલાક સ્ટાફકર્મીઓ હતા. ત્યારે સ્કૂલ તરફથી પોલીસ બોલાવવામાં આવી હતી. NSUI ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. 

બાળકના પરિવારને વળતર આપવામાં તેવી NSUI દ્વારા માગ કરવામાં આવી છે. તેમજ શિક્ષક સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરાઈ છે. NSUIએ જણાવ્યું કે, શિક્ષક સામે પગલાં નહીં લેવાય ત્યાર સુધી આંદોલન કરીશું. વિદ્યાર્થીઓના પરિવારને સહાય આપવામાં આવે. વિદ્યાર્થીને ન્યાય માટે DEO કચેરીનો ઘેરાવ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news