હડકાયા શ્વાનના બચકાથી બાળકનો ચહેરો બગડી ગયો, 84 ટાંકા લઈને તબીબોએ બચાવી લીધો જીવ

Dog Attack : શ્વાનના જીવલેણ આતંકથી રાજ્યની જનતા ત્રાહિમામ્.. આજે એક જ દિવસમાં શ્વાનના હુમલાના ત્રણ બનાવ... સુરત, જામનગર અને સાબરકાંઠામાં શ્વાને લોકોને ભર્યાં બચકાં... 

હડકાયા શ્વાનના બચકાથી બાળકનો ચહેરો બગડી ગયો, 84 ટાંકા લઈને તબીબોએ બચાવી લીધો જીવ

Dog Attack શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : રાજ્યમાં હવે રખડતાં શ્વાનના આતંકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે..સુરતના ભેંસ્તાનમાં બે બાળકીઓને રખડતાં શ્વાને બચકા ભર્યાની ઘટના સામે આવી હતી..જેથી બંન્ને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો હતો..તો સાબરકાંઠાના ગોરલમાં 2 હડકાયા શ્વાને બે બાળક સહિત ત્રણ લોકો પર હુમલો કર્યો હતો..જેમાં ગંભીર ઈજા પહોંચતા બાળકના મોઢાના ભાગે લગભગ 80 જેટલા ટાંકા લેવા પડ્યા હતા..તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતાં ઢોરનો આતંક યથાવત છે..ધુળસિયા ગામમાં 4 લોકોને રખડતાં શ્વાને બચકા ભર્યા હતા..બે બાળકી સહિત 4 લોકોને શ્વાને લોહિલુહાણ કરતા તમામને સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા..પરંતુ સવાલ આખરે તંત્ર કેમ ગંભીરતા નથી લેતું..રખડતાં શ્વાન લોકોને લોહિલુહાણ કરી રહ્યા છે તેમ છતા કેમ કાર્યવાહી નથી થતી...ક્યાં સુધી રખડતાં શ્વાન લોકોને કરડતા રહેશે..ક્યારે શ્વાનના આતંક પર લગામ લાગશે..

ઈડરના ગોરલમાં માતા સાથે પા પા પગલી ભરતા બાળક પર હડકાયા શ્વાને હુમલો કર્યો હતો.  મોઢામાં મોઢું લઈ ખેંચી લેતા હિમતવાન માતાએ બાળકના પગ ખેંચીને દીકરાને બચાવી લીધો હતો. જેના બાદ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને 84 ટાંકા લઈને બાળકને બચાવી લીધો હતો. 

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ગોરલમાં ચાર દિવસ પહેલા માતા બે વર્ષીય દીકરાને લઈને વેફરનું પડીકું આપાવીને પરત ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન ઘર નજીક જ હડકાયા શ્વાને પા પા પગલી માંડીને જતા બે વર્ષોય દીકરા પર અચાનક હુમલો કરી દીધો હતો. જેને લઈને બાળકનું મોઢું શ્વાને મોઢામાં લઈને તેને ખેંચી લીધો હતો, તો બીજી તરફ માતા પણ દીકરાને બચાવવા માટે દીકરાના બે પગ ખેંચ્યા હતા અને શ્વાનના મોઢામાંથી ખેંચી જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ તાત્કાલિક ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સંબંધીના વાહનમાં ઇજાગ્રસ્ત દીકરાને લઈને તાત્કાલિક ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તબીબે તાત્કાલિક સારવાર હાથ ધરીને બાળકના ડાબી તરફના ગાલ પર બચકા ભરતા લોહી લુહાણ બાળકને ગાલ પર 84 ટાકા લીધા હતા. અને તેને બચાવી લીધો હતો. તો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત સારી છે.

આ પણ વાંચો : 

ગોરલમાં અનેક હડકાયા શ્વાન ગલીઓમાં ફરી રહ્યાં છે. જેમાંથી એક શ્વાને ગામમાં બે બાળક સહિત ત્રણ પર હુમલો કર્યો હતો. આ કિસ્સામાં બે બાળકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. તો એક બે વર્ષીય બાળકને વધુ ઇજાઓ થઈ હતી. જેને લઈને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યો હતો. તો હુમલો કરનાર શ્વાનને ગ્રામજનો દ્વારા નિકાલ કરી દેવાયો હતો. તો બીજું હડકાયું શ્વાનની શોધખોળ ગ્રામજનો કરી રહ્યા છે. 
 
હાલતો ગંભીર ઇજાગ્રસ્ત બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની તબિયત સારી છે. ત્યારે ગ્રામજનો દ્વારા એક હડકાયા શ્વાનના નિકાલ કર્યા બાદ બીજા શ્વાનની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news