ગુજરાતના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર: આ 17 સેક્શન ઓફિસરની કરાઈ બદલી, જાણો વિગતે

ગાંધીનગર ખાતે સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 4 તેમજ નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવતા કુલ 11 અધિકારીઓની અરસ પરસ બદલી કરવામાં આવી છે.

ગુજરાતના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર: આ 17 સેક્શન ઓફિસરની કરાઈ બદલી, જાણો વિગતે

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. સેક્શન ઓફિસર અને નાયબ સેકશન ઓફિસરની બદલીઓ કરવામાં આવી છે. 17 સેક્શન ઓફિસરની બદલીઓ કરાઈ છે. 17 પૈકી 9 સેક્શન ઓફિસર માત્ર મહેસુલ વિભાગના બદલ્યા છે. સાથે 11 નાયબ સેકશન અધિકારીઓની પણ બદલી કરાઈ છે. મહેસુલ વિભાગના જ પાંચ નાયબ સેકશન અધિકારીઓની બદલી કરાઈ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સચિવાલયમાં ફરજ બજાવતા ઉપસચિવ સંવર્ગનાં 4 અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવેલ છે. આ સિવાય સામાન્ય સંવર્ગની વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવતા વર્ગ-3 ના કુલ 11 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં હજુ ઘણા વિભાગનાં કર્મચારીઓની અરસપરસ બદલીઓ થવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. 

No description available.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news