દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ, મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી મેળવ્યો તાગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક જગ્યાએ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. સતત વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
Trending Photos
દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દ્વારકા જિલ્લા અને જામકલ્યાણપુર તાલુકામાં 45 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હોવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અતિભારે વરસાદને કારણે લોકોની પણ મુશ્કેલી વધી છે. આ વચ્ચે કલ્યાણપુર તાલુકા સહિત દ્વારકા જિલ્લામાં વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
હવાઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા મુખ્યમંત્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ સર્જી તારાજી! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા, જામનગરનું કર્યું હવાઈ નિરીક્ષણ #Weather #WeatherForecast #BreakingNews #Monsoon #Monsoon2024 pic.twitter.com/HCic2ykkQX
— Zee 24 Kalak (@Zee24Kalak) July 23, 2024
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરીને મેઘ તારાજીનો તાગ મેળવ્યો. દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘતાંડવથી મોટાપાયે નુકસાન થયું છે. આજે પણ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. હવાઈ નિરિક્ષણમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા પછી મુખ્યમંત્રીએ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી.
હાલ દ્વારકા જિલ્લામાં છેલ્લાં 2 કલાકમાં સવત્રિક ધીમી ધારે અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે જિલ્લાના કુલ 15 માંથી 9 ડેમ ઓવરફ્લો થયા છે. ખંભાળિયા માટે અતિ મહત્વનો ઘી ડેમ 90% ભરાયો છે. વરસાદના પગલે જિલ્લામાં છેલી 24 કલાકમાં 4 ગામો અસર ગ્રસ્ત રહ્યા છે. જિલ્લામાં કુલ અલગ અલગ જગ્યા એથી 19 લોકોનું રેસ્ક્યું કરાયું છે, તો 85 લોકોનું સ્થળાંતર કરાયું છે. વરસાદના પગલે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થવાની ઘટના બની છે. વરસાદ માં તણાઈ જવાના પગલે 4 પશુ ના મોત નિપજ્યા છે. તો એક મકાનને નુકસાન થયું છે. આ ઉપરાંત 104 વીજ પોલ ધરાશાઈ થયા..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે