બનાસકાંઠાની સાવ આવી દશા! આ વિસ્તારના લોકો કહે છે 'ઘર વખરી ખરાબ થઈ, નાના બાળકો છે અમારે ક્યાં જાઉં'

Banaskatha Heavy Rains: ધાનેરાના અનેક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે, તો ધાનેરાના નીચાણવાળા ઉમિયાનાગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી સાથે ગટરના પાણી ઘરોમાં ઘુસી જતા લોકોને ઘરમાં રહેલી ઘર વખરી સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ છે. 

બનાસકાંઠાની સાવ આવી દશા! આ વિસ્તારના લોકો કહે છે 'ઘર વખરી ખરાબ થઈ, નાના બાળકો છે અમારે ક્યાં જાઉં'

અલકેશ રાવ/બનાસકાંઠા: ધાનેરામાં ભારે વરસાદના કારણે ઉમિયાનાગર વિસ્તારમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ભરાઈ જતા ઘરમાં રહેલો ઘર વખરીનો સામાન પલળી જતા લોકોની હાલત કફોડી બની છે. 

બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ધાનેરાના અનેક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે, તો ધાનેરાના નીચાણવાળા ઉમિયાનાગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી સાથે ગટરના પાણી ઘરોમાં ઘુસી જતા લોકોને ઘરમાં રહેલી ઘર વખરી સહિતની ચીજવસ્તુઓ પલળી ગઈ છે. 

ઘરોમાં કાલ રાતથી જ પાણી ઘુસી જતા લોકો પોતાના નાના બાળકો સાથે આખી રાત જાગીને ઘરમાંથી પાણી બહાર નીકળતા રહ્યા પરંતુ વરસાદ સતત પડતો હોવાથી ઘરોમાં પાણી ઘુસી રહ્યું છે. જેથી અનેક પરિવારોની હાલત કફોડી બની છે, અનેક લોકો ખાધા પીધા વગર બેસી રહ્યા છો, છતાં હજુ સુધી તંત્ર દ્વારા પાણીનો નિકાલ ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

જોકે લોકોને ભય સતાવી રહ્યો છે કે જો હજુ વધુ વરસાદ પડે તો તેમના ઘરોમાં વધારે પાણી ભરાઈ જાય તો તેમના ઘર ડૂબી શકે છે જેથી તેવો માંગ કરી રહ્યા છે કે પાલિકા તાત્કાલિક પાણીનો નિકાલ કરે જેથી તેવો સુરક્ષિત રહી શકે

સ્થાનિકો જણાવી રહ્યા છે કે, ભારે વરસાદના કારણે મારા ઘરમાં પાણી ઘુસી ગયુ છે. ઘર વખરી ખરાબ થઈ ગઈ છે નાના બાળકો છે અમારે ક્યાં જાઉં. જ્યારે અન્ય એક સ્થાનિકે જણાવ્યું કે, આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે પરંતુ તંત્ર કઈ કરતું નથી અમારે શુ કરવું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news