PM મોદીની જીતનું રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજની પેન, જે દર વખતે તેમને આર્શીવાદ રૂપે મળતી હતી

E Samay Ni Vat Che : પીએમ નરેન્દ્ર મોદીનો પ્રમુખ સ્વામી સાથે ખાસ નાતો રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે અનેકવાર નરેન્દ્ર મોદી આશીર્વાદ આપ્યા છે... એક સમયે તે મહારાજે તેમને મળવા અન્ન ત્યાગ કર્યો હતો

PM મોદીની જીતનું રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજની પેન, જે દર વખતે તેમને આર્શીવાદ રૂપે મળતી હતી

Pramukh Swami ચિંતન ભોગાયતા/અમદાવાદ : અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનના લોકાર્પણ પ્રસંગે ખાસ પીએમ મોદીએ હાજરી આપી હતી. આ સમયે પીએમ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ સાથેની યાદો વાગોળી. પીએમ મોદીનો પ્રમુખ સ્વામી સાથે ખાસ નાતો રહ્યો છે. તો આવો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજના નરેન્દ્ર મોદી પર કેવા રહ્યા આશીર્વાદ.

આ એ સમયની વાત છે જ્યારે વર્ષ હતું 1989. આ પહેલો એવો પ્રસંગ હતો જ્યારે નરેન્દ્ર મોદીને એકાંતમાં પ્રમુખ સ્વામી સાથે સત્સંગ કરવાનો અવસર મળ્યો હતો. નરેન્દ્ર મોદી ત્યારે આશ્ચર્ય ચકિત થઈ ગયા જ્યારે એમને ખબર પડી કે પ્રમુખ સ્વામીએ પહેલાથી જ એમના વિશે જાણકારી મેળવી રાખી છે. આ મુલાકાતમાં કોઈ ધર્મ, ઈશ્વર કે આધ્યાત્મ વિશે નહીં પરંતુ માનવ સેવા વિશે જ વાત થતી રહી. ત્યાર પછી તો ઘણી વખત પ્રમુખ સ્વામી અને નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત પણ થઈ અને ટેલિફોન પર વાત પણ થઈ.

આવો જ એક પ્રસંગ નરેન્દ્ર મોદી વર્ણવે છે. 1992 માં કાશ્મીરમાં સ્થિતિ થોડી તંગ હતી, એ સમયે નરેન્દ્ર મોદી 26 મી જાન્યુઆરીએ ધ્વજવંદન માટે લાલચોક ગયા હતા. ધ્વજવંદન કરીને એરપોર્ટ પહોંચ્યા ત્યારે મોદીને બે ફોન આવ્યા હતા. એક હતો માતા હીરાબાનો ફોન અને બીજો ફોન હતો પિતાતુલ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ફોન. પ્રમુખ સ્વામી મહારાજે ફોન કરી નરેન્દ્ર મોદી હેમખેમ તો છે ને એ જાણ્યું હતું. 

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે તેમને બ્રહ્મ વિહારી સ્વામીનો ફોન આવ્યો હતો. સ્વામીજીએ કહ્યું કે તમે તાત્કાલિક આવી જાઓ બાપાએ જમવાનું છોડી દીધું છે. તમે આવશો તો દીકરાની વાત બાપ ટાળશે નહીં. મોદી પ્રવાસમાં હોવાના કારણે ત્યાં જઈ તો ન શક્યા, પરંતુ તેમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ટેલિફોન પર વાત કરી. નરેન્દ્ર મોદીએ વિનંતી કરી કે બાપા તમે અન્ન ન છોડો. તો બાપાએ દલીલ વિના કહ્યું કે, ભલે ભાઈ તું ખુશ રહેજે. એક કલાક પછી જ્યારે મોદીએ ફરીથી ફોન કર્યો તો જાણવા મળ્યું કે બાપા ભોજન લઈ રહ્યા છે.

2002 માં ચૂંટણી વખતે પહેલીવાર નરેન્દ્ર મોદી ઉમેદવારીપત્ર ભરવાના હતા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તેમને ઉમેદવારી પત્રમાં સહી કરવા માટે પેન મોકલાવી હતી. ત્યારથી દરેક વખતે તેઓ મોદીને ઉમેદવારી પત્ર ભરવા માટે પેન મોકલતા હતા. એટલું જ નહીં, જ્યારે મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે પણ તેમણે પેન મોકલાવી હતી. નરેન્દ્ર મોદીએ તો યાદો તાજા કરતા એમ પણ કહ્યું હતું કે, છેલ્લા 40 વર્ષમાં એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યારે પ્રમુખ સ્વામીએ એમના માટે કુર્તા-પાયજામાનું કાપડ ના મોકલ્યું હોય. 

અક્ષરધામ પર આતંકી હુમલા પછી પણ પ્રમુખ સ્વામી અને નરેન્દ્ર મોદી વચ્ચે વાત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news