IND vs BAN 1st Test Match: ભારતે પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 188 રને હરાવ્યું, અક્ષર અને કુલદીપ ઝળક્યા

India Won 1st Test Match: ભારતે પ્રથમ ટેસ્ટ 188 રનથી જીતી:ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીમાં 1-0ની લીડ, અક્ષરે ચાર વિકેટ, કુલદીપે ત્રણ વિકેટ ઝડપી.

IND vs BAN 1st Test Match: ભારતે પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશને 188 રને હરાવ્યું, અક્ષર અને કુલદીપ ઝળક્યા

નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાના નામે આજે વધુ કેટલાંક રેકોર્ડ જોડાઈ ગયા છે. કારણકે, આજે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ ક્રિકેટની શ્રેણીની પહેલી મેચ જીતી લીધી છે. ભારતે આ મેચમાં બાંગ્લાદેશને 188 રનના માર્જિનથી હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 188 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતીય ટીમે બે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે રવિવારે ચટ્ટોગ્રામમાં ચોથી ઇનિંગમાં બાંગ્લાદેશને 324 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

ઇબાદત હુસૈન ખાતું ખોલાવ્યા વિના જ કુલદીપનો શિકાર બન્યો હતો. તેને શ્રેયસ અય્યરે કેચ આઉટ કરાવ્યો હતો. આ પહેલા શાકિબ (84) પોતાની 30મી ટેસ્ટ અડધી સદી પૂરી કર્યા બાદ આઉટ થયો હતો. તેને કુલદીપ યાદવે બોલ્ડ કર્યો હતો. શાકિબ પહેલા મેહદી હસન મિરાજ 13 રન બનાવીને આઉટ થયો હતો. તેને મોહમ્મદ સિરાજે ઉમેશ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

છેલ્લા દિવસે મોહમ્મદ સિરાજે મેહદી હસન મિરાજને ઉમેશ યાદવના હાથે કેચ કરાવીને દિવસની પ્રથમ સફળતા મેળવી હતી. જે બાદ કુલદીપે અડધી સદી પુરી કરનાર બાંગ્લાદેશી કેપ્ટનને બોલ્ડ થયો છે. આ જ ઓવરમાં કુલદીપે ઇબાદત હુસૈનને પણ શૂન્ય પર આઉટ કર્યો હતો. અક્ષર પટેલે છેલ્લી બાકીની વિકેટ લીધી હતી તેણે તૈજુલ ઈસ્લામને બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે ચાર અને કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી છે. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.

ઉલ્લેખનીય છેકે, ઝાકિર હસને ચોથા દિવસની રમતમાં બાંગ્લાદેશ માટે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તે ડેબ્યૂમાં સદી ફટકારનાર ચોથો બાંગ્લાદેશી બેટર બની ગયો છે. નજમુલ હસન શાન્તોએ 67 રનની ઇનિંગ રમી હતી. હસન અને શાન્તોએ પહેલી વિકેટ માટે 124 રન જોડ્યા હતા. આ બન્નેએ ટીમ ઈન્ડિયાને પહેલી વિકેટ માટે 46 ઓવર સુધીની રાહ જોવડાવી હતી. આ ટેસ્ટ મેચમાં ભારતે તેની પહેલી ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ 150 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગ 258/2ના સ્કોર પર ડિકલેર કરી અને યજમાન ટીમને 513 રનનો ટાર્ગેટ આપ્યો હતો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news