GUJCETના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, હવે 31 જાન્યુ. સુધી લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થશે, કેટલી હશે ફી?
ગુજકેટ 2023ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી online ભરવાની અંતિમ તારીખ 25-01-2023 સુધી લંબાવવામાં આવેલ હતી. જે હવે પછી 1000 લેઈટ ફી સાથે 31-01-2023 સુધી લંબાવવામાં આવે છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા માટે હવે લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થશે. 31 જાન્યુઆરી સુધી 1000 રુપિયા લેટ ફી સાથે રજીસ્ટ્રેશન થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે.
ગુજકેટ 2023ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી online ભરવાની અંતિમ તારીખ 25-01-2023 સુધી લંબાવવામાં આવેલ હતી. જે હવે પછી 1000 લેઈટ ફી સાથે 31-01-2023 સુધી લંબાવવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવાની છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી તેમજ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત હોય છે.
પરીક્ષામાં 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે
રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષા માટે એક માળખું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ માટે બહુ વિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે. જેમાં ભૌતિક વિજ્ઞાન,રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો માટે કુલ 40 પ્રશ્નો અને 40 ગુણ રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના પેપર માટે 120 મિનિટ જ્યારે જીવવિજ્ઞાન અને ગણિત માટે 60-60 મિનિટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
GUJCETનો અભ્યાસક્રમ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ/૧૨૧૭૪૧૦૩૬૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERTના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૨ ની પરીક્ષા માટે રહેશે.
GUJCET માટે પરીક્ષા માળખું
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે જણાવવામાં આવેલા વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગુજકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થઈ છે. પહેલાં 15મી ફેબ્રુઆરી સુધીની મુદ્દત રખાય હતી. પણ રજૂઆતોને ધ્યાને રાખી શિક્ષણ બોર્ડે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત વધારીને 19મી ફેબ્રુઆરી કરી છે. જોકે હવે પછી ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓએ ગુજકેટની નિયત 350 રૂપિયાની ફી સાથે 1000 રૂપિયા લેટ ફી કુલ 350 ફી રહેશે. વિદ્યાર્થીઓ આ ફી ઓનલાઇન ભરી શકશે. અહીં વાત એવી છે કે ગુજકેટની પરીક્ષા 31 માર્ચના મંગળવારના દિવસે લેવાશે. ગુજકેટમાં એ,બી અને એબી એમ ત્રણેય ગ્રુપના વિદ્યાર્થીઓ બેસતા હોય છે. હાલ અંદાજે 1.5 લાખથી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે