ભાર વિનાના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થીઓ ધરખમ ભાર સાથે ભણવા મજબૂર, રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ

અભ્યાસમાં સરકાર ભાર વિનાના ભણતરની વાત કરી રહી છે ત્યારે સરકારના આ દાવાઓ કેટલા સાચા છે તે અંગે જામનગરમાં zee 24 કલાકની ટીમ દ્વારા ખાનગી શાળાઓમાં ભાર વિનાના ભણતર અંગેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં સરકારના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળ્યા.

ભાર વિનાના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થીઓ ધરખમ ભાર સાથે ભણવા મજબૂર, રિયાલિટી ચેકમાં મોટો ઘટસ્ફોટ

ગૌરવ દવે/રાજકોટ: ભાર વિનાના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થીઓ ધરખમ ભાર સાથે ભણવા મજબૂર બન્યા છે. સરકારી શાળાઓમાં ઝી 24 કલાકે કરેલા રિયાલીટી ચેકમાં બાળકોની બેગનું વજન 10થી 12 કિલો જેટલું નોંધાયું છે.

અભ્યાસમાં સરકાર ભાર વિનાના ભણતરની વાત કરી રહી છે ત્યારે સરકારના આ દાવાઓ કેટલા સાચા છે તે અંગે જામનગરમાં zee 24 કલાકની ટીમ દ્વારા ખાનગી શાળાઓમાં ભાર વિનાના ભણતર અંગેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં સરકારના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળ્યા. બાળકોને વધારે પુસ્તકો અને ખૂબ જ વજનદાર બેગ સાથે અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે, ત્યારે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે સરકાર કોઈ એવી શિક્ષણનીતિ લઈને આવે કે જેનાથી સાચા અર્થમાં વિદ્યાર્થીઓ ભાર વિનાનું ભણતર કરી શકે.

રાજકોટની ખાનગી સ્કૂલમાં ZEE 24 કલાકનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. શહેરની ન્યૂ એરા સ્કૂલમાં સ્કૂલ બેગનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે અહીં 4થી 5 કિલોની જ સ્કૂલ બેગ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ વિશે વિદ્યાર્થીઓને પુછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના અભિપ્રાય આપ્યો હતો કે, હવે સ્કૂલમાં જ બુક્સ રાખી દેવામાં આવે છે. જરૂરી ચોપડા જ સ્કૂલમાં લઈ જવાના રહે છે. જેના કારણે અમારી સ્કૂલ બેગનું વજન ઓછું છે. આ વિશે સંચાલકોને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે સ્કૂલમાં સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે.

ઝી 24 કલાકે ન્યુ એરા સ્કૂલમાં રીયાલીટી ચેક વખતે એક ધોરણ 5ના વિદ્યાર્થીઓને કેટલાક સવાલો પુછ્યા હતા, જેમાં બાળકે જણાવ્યું કે પહેલા સ્કૂલ બેગનું વજન લાગતું હતું. પરંતુ હવે સ્કૂલમાં જ બુક્સ રાખી દેવામાં આવે છે. જરૂરી ચોપડા જ હવે સ્કૂલે લઈ આવવાના રહે છે. 

પૂર્વ પ્રમુખ અજય પટેલનું નિવેદન
સ્કૂલ સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળમાં પૂર્વ પ્રમુખ અજય પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલોમાં સરકારના નિયમોનું પાલન કરવામાં આવે છે. 6 લેક્ચરમાંથી 2 લેક્ચર કોમ્પ્યુટર અને ડ્રોઇંગના બુક્સ સ્કૂલમાં જ રાખવામાં આવે છે. ખાનગી સ્કૂલોના સંચાલકોને પણ આજ પ્રકારે સ્કૂલમાં બુકો રાખવા અપીલ કરવામાં આવી છે. સરકાર ધોરણ પ્રમાણે વજન નક્કી કરી સ્ટાન્ડર્ડ નક્કી કરે તે જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news