Breaking: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ, NCP ની હાઈ લેવલ મીટિંગ, Anil Deshmukh એ આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. આજે જ બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદથી રાજ્યમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. આ મામલે જયશ્રી પટેલની અરજી પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ. બીજી બાજુ એનસીપીની હાઈ લેવલ મીટિંગ બાદ અનિલ દેશમુખે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.
એનસીપીની હાઈ લેવલ મીટિંગ
અનિલ દેશમુખ મામલે થયેલી એનસીપીની હાઈ લેવલની મીટિંગમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અજિત પવાર, અને સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ બેઠક જયશ્રી પટેલની અરજી પર આવેલા હાઈકોર્ટના નિર્ણય બાદ યોજાઈ. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ જ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે.
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) April 5, 2021
શું છે મામલો
અત્રે જણાવવાનું કે મુંબઈ હાઈકોર્ટે અનિલ દેશમુખ પર પરમબીર સિંહના આરોપને અસાધારણ મામલો ગણાવ્યો છે. અને કહ્યું કે પરમબીર સિંહના આરોપો ખુબ ગંભીર છે. આ સાથે જ હાઈકોર્ટે સીબીઆઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે.
લોકલ પોલીસ તપાસ કરશે તો લોકોનો ભરોસો ઉઠી જશે?
આ મામલે સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને સીબીઆઈ તપાસ થવી જોઈએ. આવા કેસમાં જો લોકલ પોલીસ તપાસ કરશે તો જનતાનો વિશ્વાસ ઉઠી જશે. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરીને તેનો રિપોર્ટ સોંપવાના નિર્દેશ આપ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે