દાહોદ

3 dead in accident near sigedi village devgadh baria dahod watch video zee 24 kalak PT3M4S

દાહોદ: દેવગઢબારીયાના સિગેડી ગામ પાસે ગોઝારો અકસ્માત, 3ના મોત

દેવગઢબારીયાના સિગેડી ગામ આગળ ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે ગોઝારો અકસ્માત થયો. જેમાં મોટરસાઈકલ સવાર 3ના મોત અને એકને ગંભીર ઇજાઓ થવા પામી છે. મૃતકમાં એક મહીલા એક બાળક સહીત એક ઇસમનું મોત.

Jan 19, 2020, 11:00 PM IST

મહીસાગર: દાહોદ જઇ રહેલી બસમાં મહિલાને પ્રસવપીડા, 108ની ટીમે કરાવી પ્રસુતી

લુણાવાડા તાલુકાનાં હાડોડ પાસે અમદાવાદથી દાહોજ જતી એસટી બસમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા મહિલાની પ્રસુતી કરાવી અને માતાનો જીવ બચાવ્યો હતો. સફળ ડિલિવરી કરાવતા બસનાં પેસેન્જરો સહિત તમામ લોકોએ 108 એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરીને વખાણી હતી. મેડિકલ ઇમરજન્સી માટે પહેલાથી જ 108 એમ્બ્યુલન્સની કામગીરી વખણાય છે.

Jan 16, 2020, 11:50 PM IST
Shari Maholla Ni Khabar: Situation Of Godhra Road Area Of Dahod PT3M5S

શેરી મહોલ્લાની ખબર: દાહોદના ગોધરા રોડ વિસ્તાર પ્રાથમિક સુવિધાઓથી વંચિત

દાહોદ શહેર સ્માર્ટ સીટી માં સમાવિષ્ટ થઈ ગયું છે ત્યારે શહેર ના મુખ્ય માર્ગો પર સીસીટીવી લગાવી ને સ્માર્ટસિટી ની કામગીરી ની શરૂવાત થઈ ગઈ છે જોકે સ્માર્ટ સીટી ની દોડ ધામ માં દાહોદ નગર પાલિકા શહેરી જનો ને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સરેઆમ નિષફળ નીવડી છે વાત કરીશું દાહોદ શહેર માં આવેલ ગોધરા રોડ વિસ્તાર સ્થિત જનતા કોલોની ની આ વિસ્તાર માં 3 હજાર ઉપરાંત લોકો વસવાટ કરે છે. જોકે નગર પાલિકા ની ઘોર બેદરકારી ના કારણે આ વિસ્તાર માં અંડર ગ્રાઉન્ડ ગટર યોજના સંપૂર્ણ નિષફળ નીવડી છે.

Jan 8, 2020, 06:00 PM IST
 Accident between two cars, injuring 12 people PT1M36S

દાહોદ નજીક બે કાર વચ્ચે અકસ્માત, 12 લોકોને ઈજા

દાહોદ નજીક જેકોટ આગળ બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 12 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. તમામ લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Jan 2, 2020, 08:05 PM IST

દાહોદ: પાણી પુરવઠ્ઠાની ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણું કરાયું, કર્મચારીઓ પર આરોપ

દાહોદ જિલ્લાની પાણી પુરવઠ્ઠા ઓફીસનાં પુસ્તકો સળગાવીને તાપણુ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પાણી બચાવવા અંગે જાગૃતી લાવવા અને પ્રચાર કરવા માટેનાં પુસ્તકો કર્મચારીઓએ જ સળગાવ્યા હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જો કે કોઇ કર્મચારી આટલી હદે કઇ રીતે જઇ શકે છે તે પણ એક મોટો સવાલ છે. મોટા પ્રમાણમાં સરકારી સામગ્રીનો ઢગલો કરીને સળગાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ રીતે વીડિયોમાં જોઇ શકાય છે.

Jan 1, 2020, 09:30 PM IST
Sheri maholla Ni Khabar Dahod PT5M33S

શેરી મહોલ્લાની ખબર: દાહોદના આ વિસ્તરમાં રહિશોના હાલ ગંદકીથી બેહાલ

દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ વિસ્તાર સ્થિત જનતા કોલોનીની આ વિસ્તારમાં 3 હજાર ઉપરાંત લોકો વસવાટ કરે છે. જોકે નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ગટર યોજના સંપૂર્ણ નિષફળ નીવડી છે. વરસાદની સિઝનમાં તો આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. પરંતુ હાલ પણ ગટર યોજનાના કારણે પાણી બહાર આવી જાય છે જેના કારણે ગંદકીના ઢગ જોવા મળે છે. જેના લીધે આ વિસ્તારમાં મચ્છરો તેમજ જીવાતોનો અસહ્ય ત્રાસ સ્થાનિક રહીશોને વેઠવો પડે છે.

Dec 16, 2019, 05:55 PM IST

દાહોદ : 6 લોકોની ગળુ કાપેલી લાશોનો ભેદ ઉકેલાયો, કુટુંબી ભાઈએ પ્રેમ સંબંધમાં ખેલ્યો હતો ખૂની ખેલ

દાહોદમાં 29 નવેમ્બરના રોજ મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ત્યારે તરકડા મહુડી ગામે થયેલા આ સામૂહિક હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો છે. કુટુંબી ભાઈએ પ્રેમસબંધમાં આ સામુહિક હત્યા કાંડ ખેલ્યો હતો. જેના બાદ હત્યારાએ મોરબી રેલવે ટ્રેક પર જઈને પોતે પણ મોત વ્હાલુ કર્યું હતુ. 

Dec 11, 2019, 08:46 AM IST
NSUI Aactivists Shut Down College In Dahod PT3M16S

દાહોદમાં NSUI કાર્યકરોએ કોલેજ બંધ રાખવા અપીલ

દાહોદમાં NSUI કાર્યકરોએ કોલેજ બંધ રાખવા અપીલ કરી

Dec 7, 2019, 12:50 PM IST
Good News: Woman Gave Literacy To Laborers Children In Anand PT4M14S

ગુડ ન્યૂઝમાં જાણો આણંદના શ્રમજીવીના બાળકોનું સંસ્કાર સિંચન કરતી મહિલા વિશે

સમાજમાં ઘણા પ્રકારની લોકો સેવા તન મન ધનથી કરતા હોય છે, પણ ભાગ્યે કોઈ સંસ્કાર સિંચન સેવા કરતા હોય છે. જે જીવન માટે ખુબ જરૂરી હોય છે. આણંદ સરદાર પટેલ રાજ માર્ગ પર છેલ્લા છ મહિનાથી ડૉ. ઉમા શર્મા આજ રોડ પર ઝૂપડપટ્ટીમાં રહેતા અને મૂળ દાહોદ વિસ્તારના શ્રમજીવીના બાળકોને અભ્યાસ સાથે જીવન જીવવા માટેનું સામાન્ય જ્ઞાન આપી રહ્યા છે. અત્યારે ત્રીસથી વધારે આ ગરીબ બાળકો અભ્યાસ માટે સાંજના છથી આઠ વાગ્યા નિયમિત આવી રહ્યા છે.

Dec 1, 2019, 12:40 PM IST
Viral Video Of Beating A Love Couple In Dahod PT3M54S

દાહોદમાં પ્રેમી પંખીડાને માર માર્યાનો Video થયો Viral, જુઓ વીડિયો...

દાહોદ નજીક આવેલ બાવકા ગામના મંદિરે પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાને માર મારતા તેમજ ગાડીની તોડ ફોડ કરાઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Dec 1, 2019, 11:15 AM IST
Early Morning Rainfall In Vadodara District PT3M30S

માવઠાનું મહાસંકટ: વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

Dec 1, 2019, 09:55 AM IST
Rainfall At Several Places In Gujarat Amid Forecasts Of Weather Department PT4M22S

માવઠાનું મહાસંકટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક સ્થળ પર વરસાદ

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

Dec 1, 2019, 09:50 AM IST
Early Morning Rainfall In Limkheda Of Dahod District PT4M44S

માવઠાનું મહાસંકટ: દાહોદમાં વહેલી સવારે વરસાદ, ખેડૂતો ફરી ચિંતામાં

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

Dec 1, 2019, 09:40 AM IST
Video of beating lovers viral PT2M33S

દાહોદમાં પ્રેમી પંખીડાઓને માર મારતો વીડિયો વાઇરલ...

દાહોદમાં પ્રેમી પંખીડાઓને માર મારતો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બે પ્રેમી પંખીડાઓને તેના જ પરિવાર દ્વારા માર મારવામાં આવી રહ્યો છે.

Nov 30, 2019, 11:05 PM IST
Children Open Jeep Ride For CM Program PT1M25S

બાળકોને જીપ ઉપર બેસાડીને CMના કાર્યક્રમમાં લઈ જવાયા

સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવામાં આવતી હોય છે. આ માટે વિવિધ ગામડાઓમાં ટ્રક, બસ, ટેમ્પા ભરીને માણસોને લાવવામાં આવતા હોય છે, જેથી સભા સ્થળે હાઉસફુલ દેખાય. ત્યારે આજે દાહોદમાં સ્વ. પૂજ્ય શ્રી ઠક્કર બાપા (Thakkar Bapa) ની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ઉપસ્થિત રહ્યા હતા. જેના માટે બાળકોને કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બાળકોને કોઈ પણ સલામતી વગર જીપ પર બેસાડીને લઈ જવાયા હતા.

Nov 29, 2019, 04:30 PM IST
Six People Of Single Family Killed In Dahod PT3M18S

દાહોદમાં એક જ પરિવારના 6 લોકોની કરાઈ હત્યા

દાહોદમાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Nov 29, 2019, 04:00 PM IST

દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી

દાહોદમાં મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી છે. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આવા મોટો હત્યાકાંડ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Nov 29, 2019, 01:03 PM IST
Villagers Locked The Fatepura Gram Panchayat In Dahod District PT2M9S

દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા

દાહોદ જિલ્લાની ફતેપુરા ગ્રામ પંચાયતને ગ્રામજનોએ તાળા માર્યા હતા

Nov 25, 2019, 04:40 PM IST
Viral Video: CCTV Footage Of Bike Theft In Dahod PT4M5S

Viral Video: બાઇક ઉચકીને લઇ જતા સીસીટીવીમાં થયા કેદ

દાહોદના દેવગઢબારીયા ગામની સોસાયટીમાંથી બાઈક ચોરી કરતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બારીયા ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ઉપાડીને લઇજતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બે તસ્કરો બિન્દાસ પણે લોક કરેલ બાઈક ઉપાડી જતા સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

Nov 14, 2019, 10:50 AM IST
Pests from the Food Of Arihant Holt In Dahod PT13M24S

દાહોદની અરિહંત હોટલની દાળમાંથી નીકળી જીવાત

દાહોદ શહેરની પ્રખ્યાત અરિહંત દાળ બાટી નામક હોટેલની દાળમાંથી કીડા નીકળતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ગત મોડી રાત્રે સ્વિગીમાં ઓર્ડર કરી ગ્રાહકે અરિહંત દાળ બાટીમાંથી દાળ તેમજ બાટી મંગાવી હતી. જોકે દાળ માંથી નાની જીવાતો નીકળતા ગ્રાહક દાળ લઈ હોટેલ પર પહોંચ્યો હતો. જોકે હોટલ સંચાલકે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. તંત્ર દ્વારા તત્કાલિક ધોરણે આ હોટલની તપાસ કરવામાં આવે તેવી ગ્રાહકની માંગ કરી છે.

Nov 12, 2019, 11:50 AM IST