રાજકોટ: ફરી એકવાર શિક્ષણ સામે જીવન હારી ગયું, વિદ્યાર્થીનીનો આપઘાત

જામનગરની વતની અને મોરબી રોડ પર આવેલી સંજયરાજ રાજ્યગુરૂ કોલેજમાં એન્જિનિયરિંગનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોલેજ કેમ્પસમાં જ આવેલા છાત્રાલયમાં રહેતી રીટા કિશોરબાઇ ગોહીલ (ઉ.વ 20) સાંજે પોતાનાં રૂમના પંખામાં દુપટ્ટો બાંધીને જીવનનો અંતઆણી દીધો હતો. અંતિમ વર્ષમાં એટીકેટી આવ્યાને કારણે તે છેલ્લા ઘણા દિવસોથી ટેન્શનમાં હતી. જેના પગલે અંતિમ પગલું ભર્યું હોવાનો પ્રાથમિક અંદાજ પોલીસ લગાવી રહી છે.

Updated By: Feb 20, 2020, 06:36 PM IST
રાજકોટ: ફરી એકવાર શિક્ષણ સામે જીવન હારી ગયું, વિદ્યાર્થીનીનો આપઘાત

રાજકોટ : જામનગરની વતની અને મોરબી રોડ પર આવેલી સંજયરાજ રાજ્યગુરૂ કોલેજમાં એન્જિનિયરિંગનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોલેજ કેમ્પસમાં જ આવેલા છાત્રાલયમાં રહેતી રીટા કિશોરબાઇ ગોહીલ (ઉ.વ 20) સાંજે પોતાનાં રૂમના પંખામાં દુપટ્ટો બાંધીને જીવનનો અંતઆણી દીધો હતો. અંતિમ વર્ષમાં એટીકેટી આવ્યાને કારણે તે છેલ્લા ઘણા દિવસોથી ટેન્શનમાં હતી. જેના પગલે અંતિમ પગલું ભર્યું હોવાનો પ્રાથમિક અંદાજ પોલીસ લગાવી રહી છે.

મોરબી: BOB ફિલ્મી સ્ટાઇલે ત્રાટકેલા લૂંટારૂ લટકામાં દેનાબેંક પણ લૂંટી ગયા
સમગ્ર મુદ્દે હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને આત્મહત્યા પાછળનું સાચુ કારણ શોધવા માટેની કાર્યવાહી આરંભી છે. કોલેજ કેમ્પસમાં પોતાનાં રૂમમાં રીટાએ ગળેફાંસો ખાઇ લીધો હતો. સાથી વિદ્યાર્થીનીઓને જાણ થતા તેણે તત્કાલ 108 અને પોતાનાં વોર્ડનને જાણ કરી હતી. જો કે 108ની ટીમ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ઘટનાને પગલો સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી. રીટા બે બહેનો અને એક ભાઇમાં વચેટ હતી. તેનાં પિતા દરજીકામ કરે છે. રીટા 2 વર્ષથી કોલેજનાં જ છાત્રાલયમાં રહેતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube