અમદાવાદમાં બાગેશ્વરધામના "દિવ્ય દરબાર"ની એક્સક્લુઝીવ આમંત્રણ પત્રિકા તૈયાર, જાણો ZEE 24 કલાક પર 5 પેજની પત્રિકા

રાધિકા સેવા સમિતિ તરફથી 5 પેજની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે. આમંત્રણ પત્રિકાના ચોથા પેજ પર મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે..

અમદાવાદમાં બાગેશ્વરધામના "દિવ્ય દરબાર"ની એક્સક્લુઝીવ આમંત્રણ પત્રિકા તૈયાર, જાણો ZEE 24 કલાક પર 5 પેજની પત્રિકા

અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં યોજાનાર બાગેશ્વરધામ સરકારના 'દિવ્ય દરબાર' ની એક્સક્લુઝીવ આમંત્રણ પત્રિકા Zee 24 કલાકને હાથ લાગી છે. રાધિકા સેવા સમિતિ તરફથી 5 પેજની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે. આમંત્રણ પત્રિકાના ચોથા પેજ પર મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે..

No description available.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 23, 2023

બાગેશ્વરધામ સરકારના 'દિવ્ય દરબાર' ની એક્સક્લુઝીવ આમંત્રણ પત્રિકામાં અતિથિ વિશેષમાં પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, મંત્રી મુકેશ પટેલ, નરહરિ અમીન, કિરીટ સોલંકી, હસમુખ પટેલ, મંત્રી પ્રફુલ પાનસેરિયા, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, મેયર કિરીટ પરમાર, શંભુપ્રસાદ તુન્ડિયા, મયંક નાયક, હિતેશ બારોટ તેમજ યગ્નેશ દવેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

No description available.

આમંત્રિત અતિથિઓમાં અમદાવાદમાં આવેલી જુદી જુદી વિધાનસભા, ગાંધીનગર, કલોલ વિધાનસભા બેઠકના 14 જેટલા ભાજપના ધારાસભ્યો તેમજ AMCની જુદી જુદી કમિટીઓના પદાધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા પેજ પર ઋષિ ભારતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વેશ્વરી ભારતીજી, અખિલેશ્વરદાસ મહારાજ તેમજ જુદા જુદા મહંતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

No description available.

પ્રથમ પેજ પર આમંત્રિતનું નામ તેમજ 29 તારીખે દિવ્ય દરબાર અને 30મીએ પ્રવચન તેમજ આશીર્વાદ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજા પેજ પર નિમંત્રક, જેમાં રાધિકા સેવા સમિતિના તમામ હોદ્દેદારોને નામ તેમજ કાર્યક્રમ સ્થળ શક્તિ ચોક, ચાણક્યપુરીનો ઉલ્લેખ કરાયો છે. 

No description available.

આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે પદાધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલા તરફથી કનફર્મેશન ના મળતા આમંત્રણ પત્રિકામાં બંનેના નામનો ઉલ્લેખ કરાયો નથી. આમંત્રણ પત્રિકામાં છેલ્લા પેજ પર વિશેષ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો તેના લોગો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news