નિત્યાનંદ આશ્રમ વિવાદ : સતત મળી રહેલા ધમકીઓને કારણે પીડિત પરિવારને અપાયું પ્રોટેક્શન

અમદાવાદમા નિત્યાનંદ આશ્રમ વિવાદ સતત વધી રહ્યો છે. સતત ધમકીઓ મળવાને પગલે દક્ષિણ ભારતથી આવેલી પીડિત પરિવારને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોલીસે ગાયબ બંને યુવતીઓની શોધખોળ કરી લીધી છે. પોલીસે આશ્રમમાં રહીને બંને યુવતીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા રાત્રે વાત કરી હતી. ત્યારે યુવતીઓ અમદાવાદ પહોંચે ત્યારે નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. 

નિત્યાનંદ આશ્રમ વિવાદ : સતત મળી રહેલા ધમકીઓને કારણે પીડિત પરિવારને અપાયું પ્રોટેક્શન

અમદાવાદ :અમદાવાદમા નિત્યાનંદ આશ્રમ વિવાદ સતત વધી રહ્યો છે. સતત ધમકીઓ મળવાને પગલે દક્ષિણ ભારતથી આવેલી પીડિત પરિવારને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોલીસે ગાયબ બંને યુવતીઓની શોધખોળ કરી લીધી છે. પોલીસે આશ્રમમાં રહીને બંને યુવતીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા રાત્રે વાત કરી હતી. ત્યારે યુવતીઓ અમદાવાદ પહોંચે ત્યારે નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. 

આખરે પોલીસને મળી ગાયબ બે યુવતીઓ
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી તામિલનાડુનાં એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર દીકરો અને દીકરીને છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે ગઈકાલે રાત્રે ફેસબુકના માધ્યમથી બંને યુવતીઓ સાથે વાત કરી હતી. પોલીસે આશ્રમમાં રહીને સ્કાયથી વીડિયો કોલિંગથી રાત્રે વાત કરી. જેમા માલૂમ પડ્યું કે, મોટી યુવતી વિદેશમાં ત્રિનિદાદ ખાતે છે, જ્યારે કે નંદિતા નામની બીજી યુવતીએ પોલીસને આશ્વાસન આપ્યું કે, જે કામની જવાબદારી સાથે નીકળીશું તે પૂર્ણ થયે અમદાવાદ આવી નિવેદન આપીશ. 

પરિવારને આપ્યું પ્રોટેક્શન
નિત્યાનંદ આશ્રમમાં પોતાના બાળકોને ગોંધી રખાયાના ફરિયાદ કર્યા બાદ દક્ષિણ ભારતથી આવેલા પરિવારને સતત ધમકીઓ મળી રહી હતી. જેને કારણે પરિવારને અમદાવાદ ગ્રામ્ય પોલીસે પ્રોટેક્શન આપ્યું છે. ધમકીઓ મળવાને કારણે પરિવાર ટેન્શનમાં હતો, જેથી પોલીસે તેઓને રક્ષણ આપ્યું હતું. 

ડીઈઓની ટીમ ડીપીએસ સ્કૂલ પહોંચી
નિત્યાનંદ આશ્રમને કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલ પણ સમગ્ર કેસ મામલે ઢાંક પિછોડો કરી રહી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય DEOની ટીમ તપાસ માટે DPS સ્કૂલ પોહંચી હતી. જેમાં જાણવા મળ્યું કે, DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપી છે. જમીન લીઝ પર આપી છે તેને લાગતા પુરાવા અંગે હાલ તપાસ થઈ રહી છે. તો બીજી તરફ, આશ્રમના 24 બાળકોને કયા આધારે પ્રવેશ આપવામાં આવ્યો તેની પણ તપાસ કરાશે. નિયમ મુજબ સ્કૂલ પોતાની જમીન અન્ય વપરાશ માટે આપી શકે નહિ. શિક્ષણ માટે ઉપયોગ કરાતી જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરી શકાય નહિ. DPS સ્ફુલ CBSE બોર્ડ હસ્તકની હોવાથી DEO તેનો રિપોર્ટ સોંપશે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news