નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી, માતાપિતાને ગણાવ્યા જુઠ્ઠા

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. 

Updated By: Nov 18, 2019, 03:20 PM IST
નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી, માતાપિતાને ગણાવ્યા જુઠ્ઠા

અમદાવાદ : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. 

ઢોંગી આશ્રમની પોલ ખોલવા બદલ યુવતીના માતાપિતાને મળી ધમકીઓ

હું પોલીસની કામગીરીમાં સહાય આપીશ - નિત્યનંદિતા
મીડિયા સાથેના વીડિયો કોલમાં નિત્ય નંદિતાએ જણાવ્યું કે, હું ખુશ છું મારી જોડે કાંઈ ખોટું નથી થઈ રહ્યું, મારુ અપહરણ નથી થયું. મારા માતા પિતા ખોટું કહી રહ્યાં છે. આ બધું હું મુસાફરી કરી રહી છું. મેં પેહલા 1 નવેમ્બરે નિવેદન આપી ખુલાસો કર્યો છે. હું ક્યાં છે તે હું કહેવા નથી માંગતી. હું આશ્રમના કામથી બહાર છું. હું તમામ કાયદાકીય અને પોલીસની કામગીરીમાં સહયોગ આપીશ. હું ક્યાં છું તે હું કોઈને કહેવા માંગતી નથી. મારા પિતાએ નાણાંની ઉચાપત કરી હતી તે મારી મોટી બહેનને ખબર છે. તે બધું ખબર પડી તેથી મારે તેમની સાથે જવું નથી. જ્યારે પણ મને સલામતી હોવાનો અનુભવ થશે ત્યારે હું સામે આવીને નિવેદન આપીશ. 

નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, જાણો

તો બીજી તરફ આશ્રમની સંચાલિક પ્રાણપ્રિયાએ મીડિયા કોન્ફરન્સમાં પોતાના ગુરુ નિત્યાનંદનો બચાવ કર્યો હતો. તેમજ નિત્ય નંદિતા ક્યાં છે તે કહેવાનો સ્પષ્ટ ના પાડી હતી. નિત્યનંદિતા ક્યાં છે તેની અમને ખબર નથી. તે પોતાની મરજીથી ફરવા ગઈ છે. અને તેને તેના માતાપિતા સાથે બનતુ નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube