ખ્યાતનામ સાહિત્યકાર નસીર ઇસ્માઇલીનું કોરોનાથી મોત, સંવેદનાના સુર હવે નહી ગુંઝે

કોરોનાના કહેર વચ્ચે વધારે એક ગુજરાતી સાહિત્યકારનું દુખદ નિધન થયું છે. ગુજરાતનાં જાણીતા લેખલ નસીર ઇસ્માઇલી 74 વર્ષે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ 12 ઓગષ્ટ 1946 માં હિમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતા. તેઓ પોતાની કૃતી સ્વપ્ન મૃત્યુ નામની નવલીકાથી ખ્યાતી પ્રાપ્ત કરી હતી. તેઓ અનેક ખ્યાતનામ સમાચાર પત્રોમાં પોતાની કોલમના કારણે પણ વિખ્યાત હતા.
ખ્યાતનામ સાહિત્યકાર નસીર ઇસ્માઇલીનું કોરોનાથી મોત, સંવેદનાના સુર હવે નહી ગુંઝે

અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે વધારે એક ગુજરાતી સાહિત્યકારનું દુખદ નિધન થયું છે. ગુજરાતનાં જાણીતા લેખલ નસીર ઇસ્માઇલી 74 વર્ષે કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓ સેન્ટ્રલ બેંકના નિવૃત અધિકારી હતા. તેમનો જન્મ 12 ઓગષ્ટ 1946 માં હિમતનગર ખાતે થયો હતો. તેમનું મુળ વતન ધોળકા હતા. તેઓ પોતાની કૃતી સ્વપ્ન મૃત્યુ નામની નવલીકાથી ખ્યાતી પ્રાપ્ત કરી હતી. તેઓ અનેક ખ્યાતનામ સમાચાર પત્રોમાં પોતાની કોલમના કારણે પણ વિખ્યાત હતા.

1990માં તેમની વાર્તાઓ પરથી જિંદગી એક સફર નામની ટીવી સીરિયલ પણ બની ચુકી છે. તુટેલા એક દિવસ નામની નવલકથા પણ તેઓ લખી છે. તેમના લેખનથી લોકો એટલા પ્રભાવિત હતા કે એક વિયત્રીએ તેમને મળવા માટેની ઇચ્છા પ્રકટ કરી હતી. જો કે કોઇ કારણોસર તે શક્ય બન્યું નહોતું. જેના કારણે તે કવિયત્રીએ આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવે છે. 

આ ઘટનાનો લેખલ ઇસ્માઇલીને ખુબ જ આઘાત લાગ્યો હતો. તેમાંથી જ ટીવીની ખુબ જ વખણાયેલી પ્રસંગકથા સંગતિ બનાવી હતી. જેમના થકી તેમને ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રી સાહિત્યમાં પણ ઓળખ મળી હતી. જો કે કોરોના કાળમાં અનેક સાહિત્યીક હસ્તીઓની ખોટ ગુજરાત સાહિત્ય જગતને પડી છે. જેમાં એક ઓર નામનો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news