PM મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડનો ખર્ચ, ને ખેડૂતોને ડુંગળી સહાય માટે 70 કરોડ જ!!!!
Pal Ambaliya Raise Question On PM Modi Event : ગુજરાત સરકારે ડુંગળીના ખેડૂતોને પોષણક્ષણ ભાવ સામે આપેલી સહાય મજાક હોવાની વાત ખેડૂત નેતા પાલ આંબલિયાએ કરી... સાથે જ તેઓએ પીએમ મોદીના કાર્યક્રમમાં થતા કરોડોના ખર્ચ વિશે પણ વાંધો ઉઠાવ્યો
Trending Photos
Pal Ambaliya Raise Question On PM Modi Event : છેલ્લા કેટલાક સમયથી ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો પોષણક્ષમ ભાવ ન મળતા મુસીબતોનો સામનો કરી રહ્યા હતા. આખરે ગુજરાત સરકારે ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરી દરમિયાન જાહેરાત કરી કે, લાલ ડુંગળીના બજાર ભાવ પોષણક્ષમ ભાવો ન મળતાં 70 કરોડની સહાય અપાશે. સાથે જ ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ ને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. સરકારે જાહેર કરેલી આ સહાયને ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ખેડૂતોની મજાક ગણાવી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડ ખર્ચ અને ખેડૂતોને ડુંગળી સહાય 70 કરોડ જ ????
ડુંગળી-બટાટાના ખેડૂતોને સહાય અંગે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ઝી 24 કલાકને પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ગુજરાત સરકારે સહાયના નામે ખેડૂતોની ક્રૂર મજાક કરી છે. નરેન્દ્રભાઈના કાર્યક્રમના સામિયાણા ખર્ચ જેટલી પણ સહાય ન આપી. નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં 100 થી 150 કરોડ ખર્ચ અને ખેડૂતોને ડુંગળી સહાય 70 કરોડ જ ???? બટાટામાં કટ્ટાએ 50 રૂપિયા મતલબ 1 કિલોએ 1 રૂપિયો સહાય જાહેર કરી. પરંતું એક-બે રૂપિયા ખેડૂતોને સહાય એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ન નીકળે. છેલ્લા ત્રણ વર્ષથી ડુંગળી પકવતા ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારની આયાત નિકાસ પોલિસી ખેડૂતો માટે નુકશાનકારક છે.
આ પણ વાંચો :
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પોતે જ ડુંગળીની આયાત કરે ત્યારે ફરિયાદ કોને કરવી? આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ છે. 20 કરોડ નિકાસ માટે આયોજનના એ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સરકારની નીતિ છે. સરકાર જાહેરાત કરે છે પણ સામે ખેડૂતોને ખરેખર લાભ મળે છે ??? અગાઉ સરકારે કરેલી તમામ જાહેરાતો ને ખેડૂતોને આપેલા લાભો સરકારે પોતે સરખાવવા જોઈએ. તો જ ખબર પડે કે જાહેરાત કરવાવાળી સરકાર ખેડૂતોને ખરેખર કેટલા આપે છે ???
સરકારે શું જાહેરાત કરી છે
લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે 70 કરોડની સરકારની મોટી જાહેરાત કરી છે. ખેડૂતોને એક કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાય આપશે. ખેડૂતોને કટ્ટા દીઠ 100 રૂપિયાની સહાય ચુકવાશે. ખેડૂત દીઠ વધારેમાં વધારે 500 કટ્ટા સુધીની સહાય ચુકવાશે. આ ઉપરાંત રાજ્યો કે દેશ બહાર રોડ ટ્રાન્સપોર્ટેશન કરવા માટે પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની જાહેરાત કરાઈ છે. રેલવે મારફતે સો ટકા અથવા 1150 મેટ્રિક ટનની સહાય રહેશે. તો દેશ બહાર નિકાસ કરવા માટે ખર્ચના 25% અથવા 10 લાખની મર્યાદામાં સહાય ચૂકવાશે. ટ્રાન્સપોર્ટેશન માટે 20 કરોડની સહાયની જાહેરાત થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની તમામ APMCમાં ડુંગળી વેચનારા ખેડૂતોને આ સહાય મળશે. ગુજરાતમાં લાલ ડુંગળીનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. ત્યારે આ સહાયથી નુકસાની ભોગવતા ખેડૂતોને રાહત મળશે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે