ખેડૂત બરબાદ: પહેલા વરસાદની ઘટે અને પછી અતિશય વરસાદે પાકને નિષ્ફળ બનાવ્યો

જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના ગામોમાં ડાંગરના  ઉભા પાકને પાછોતરા વરસાદને લઈ ભારે નુકશાન થયું છે. 200થી વધુ એકર જમીનમાં લલણીના આરે આવેલા ડાંગરનો પાક ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો છે. જેથી હવે પાકની ઉપજ માંડ ૩૦% પણ થાય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો સરકાર દ્વારા પાકની નુકશાન અંગે તાત્કાલિક સરવે કરાવી વળતર ચુકવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે.

ખેડૂત બરબાદ: પહેલા વરસાદની ઘટે અને પછી અતિશય વરસાદે પાકને નિષ્ફળ બનાવ્યો

પંચમહાલ : જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના ગામોમાં ડાંગરના  ઉભા પાકને પાછોતરા વરસાદને લઈ ભારે નુકશાન થયું છે. 200થી વધુ એકર જમીનમાં લલણીના આરે આવેલા ડાંગરનો પાક ભારે પવન સાથે વરસેલા વરસાદથી ખેતરોમાં જમીનદોસ્ત થઈ ગયો છે. જેથી હવે પાકની ઉપજ માંડ ૩૦% પણ થાય એવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો સરકાર દ્વારા પાકની નુકશાન અંગે તાત્કાલિક સરવે કરાવી વળતર ચુકવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે.

શહેરા તાલુકાના મોરવા રેણા,ગોકળપુરા, ઉજડા અને ગોધરા તાલુકાના નદીસર સહિતના ગામોને ડાંગરનું વન માનવામાં આવે છે. અહીં ખેડૂતો ચોમાસા અને ઉનાળામાં અંદાજીત 500 એકર જમીનમાં ડાંગરની જ ખેતી કરે છે. આ વર્ષે ચોમાસામાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યા બાદ વરસાદે વિરામ લેતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. દરમિયાન સરકારે પાનમ કેનાલ મારફતે સિંચાઈ પાણી આપતાં જ પાકને જીવતદાન મળ્યું હતું અને સારી ઉપજ થવાની આશાઓ બંધાઈ હતી. 

જો કે પાકી તૈયાર થવાની અંતિમ ઘડીએ જ સપ્ટેમ્બર માસમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જે અહીંના ખેડૂતો માટે અભિશાપ સમો સાબિત થયો છે. ડાંગરનો ઉભો મોલ જમીનદોસ્ત થઈ ગયો છે અને ક્યારીઓમાં પાણી ભરાયા છે. જેથી હવે પાક કોવાઈ જવા સાથે પશુઓ માટે ઘાસચારો પણ કામ આવે એવી હાલત નહિં રહી હોવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો નિરાશ વદને જણાવી રહ્યા છે. સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news