માતા વિનાની ત્રણ સગીર વયની દિકરીઓ બની પિતાની હવસનો શિકાર, પોસ્કોએક્ટ હેઠળ નોધાઇ ફરિયાદ

પોરબંદરમાં સામે આવ્યો પિતા-પુત્રીના સંબધોને લાંછન લગાડતો કિસ્સો, પિતાએજ તેની ત્રણ સગીર વયની પુત્રીઓ સાથે આચર્યું દુષ્કર્મ

માતા વિનાની ત્રણ સગીર વયની દિકરીઓ બની પિતાની હવસનો શિકાર, પોસ્કોએક્ટ હેઠળ નોધાઇ ફરિયાદ

અજય શીલુ /પોરબંદર: એક વિકૃત માણસ કેટલી હદ સુધી નીચે જઈ શકે તેનો પુરાવો આપતો એક વરવો કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરની ઘટનાએ પિતા-પુત્રીના પવિત્ર સંબધોને એક મોટુ લાંછન લગાવ્યુ છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાત્રીના સગીર વયની ત્રણ દિકરીઓ દ્વારા પોતાના સગા પિતા પર બળાત્કારનો આરોપ મુકતી ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચૌકી ઉઠી હતી. પોલીસે આ સગીર બાળાઓની ફરિયાદને આધારે તત્કાળ હરકતમાં આવીને આરોપી પિતાને ઝડપી પાડ્યો હતો.

માતા વિનાની ત્રણ પુત્રીઓ બની પિતાની હવસનો શિકાર
માતા વગરની ત્રણેય સગીરાઓ પોરબંદરથી બહાર જૂનાગઢ ખાતે રહીને અભ્યાસ કરે છે. પોતાના પિતાની હવસનો ભોગ બનનાર આ ત્રણ પુત્રીઓમાં એક પુત્રીની ઉમર 15 વર્ષ બીજી પુત્રીની ઉમર 14 તથા સૌથી નાની ઉમરની પુત્રી તો ફક્ત 9 વર્ષની જ હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા ઘણા વર્ષોથી આરોપી પિતા દ્વારા આ સગીરાઓને વાર તહેવારે પોરબંદર ખાતેના ઘરે લાવીને તેમની સાથે બળાત્કાર ગુજારતો હતો. આ અંગે કોઈને જાણ કરીને તો પુત્રીઓને જાનથી મારી દેવાની ધમકી આપતો હોવાનુ પણ પોલીસ ફરિયાદમાં મોટી પુત્રીએ જણાવ્યુ છે. હાલ તો કમાલાબાગ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોસ્કો સહિતની વિવિધ કલમો લગાવી તેના રીમાન્ડ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news