Gandhinagar News: પુત્રપ્રાપ્તિની માનતા પૂરી કરવાના ચક્કરમાં અંધશ્રદ્ધા કેવા અવિચારી પગલાં ભરાવે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે. ત્રણ દીકરીઓ ધરાવતા 36 વર્ષીય પિતાએ પુત્રની માનતા રાખ્યા બાદ 100 રૂપિયાની નોટ ગળી લીધી હતી. આ નોટ પેટમાંથી બહાર કાઢવા માટે યુવકે પોતે જ પોતાના પેટમાં ચાકુના ઘા મારી દીધા. ગંભીર ઈજા પામેલા આ યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની ટીમે જટિલ અને સફળ સર્જરી કરીને ત્રણ દીકરીઓના પિતાનો જીવ બચાવી લીધો છે.
Tharad Narmada Canal Tragedy:થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત રવિવારે પત્ની સાથેની બોલાચાલી થતાં એક યુવક આવેશમાં આવીને કેનાલમાં કૂદી પડ્યો હતો. જમાઈને પાણીમાં ડૂબતા જોઈને તેમને બચાવવા માટે સસરા અને સાળાએ તરત જ કેનાલમાં છલાંગ લગાવી હતી. જો કે, જમાઈને તરતાં આવડતું હોવાથી તે કેનાલમાંથી સહીસલામત બહાર નીકળીને ભાગી ગયો હતો, પરંતુ વિચાર કર્યા વિના પાછળ કૂદેલા સસરા અને સાળાનું મોત થયું હતું.
Ahmedabad News: અમદાવાદના વટવા વિસ્તારમાંથી સમાજને શર્મસાર કરતી અને વાલીઓ માટે લાલબત્તી સમાન એક ઘટના વટવા પોલીસના ચોપડે નોંધાઈ છે. ચા બનાવવાના બહાને 13 વર્ષની માસૂમ સગીરાને પોતાના ઘરે બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા છે. સૌથી ચોંકાવનારી અને શરમજનક વાત એ છે કે આ હવસખોર આરોપી પોતે પણ ત્રણ દીકરીઓનો બાપ છે. સગીરા એ પરિવાર ને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવીને વટવા પોલીસે ગણતરીવના કલાક માં આરોપી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
How to Make Father's Day Special: દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ઉજવવામાં આવે છે. સંતાન માટે જીવનભર સંઘર્ષ કરનાર પિતા માટે જો તમે આ દિવસને ખાસ બનાવવા માંગો છો તો તમને એવા ગિફ્ટ આઈડિયાઝ જણાવીએ જે તમારા પિતા માટે યાદગાર બની શકે છે.
Gandhinagar News: લોભ, મોહ અને દંભથી ભરેલી આ ભૌતિક દુનિયાને છોડીને આધ્યાત્મિકતાના માર્ગે પ્રયાણ કરવાનો એક અનોખો કિસ્સો ગાંધીનગરથી સામે આવ્યો છે. ગાંધીનગરના કોબા સ્થિત 'પ્રેક્ષા વિશ્વ ભારતી કેન્દ્ર' ખાતે યોજાયેલા એક ભવ્ય દીક્ષા મહોત્સવમાં, મૂળ બનાસકાંઠાના ધાનેરાના એક જ પરિવારના પિતા-પુત્ર અને અન્ય એક ૧૭ વર્ષીય કિશોરે કરોડોની સંપત્તિ અને વૈભવી લાઈફસ્ટાઈલનો ત્યાગ કરીને જૈન દીક્ષા અંગીકાર કરી છે. આ પવિત્ર પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપીને દીક્ષાર્થીઓને વંદન કર્યા હતા.
Ahmedabad News: અમદાવાદમાં સગા લોહીના સંબંધોને લજવતો અને માનવતા મૂકી દેનારો કિસ્સો સામે આવ્યો. પિતાના અવસાન બાદ સગા દીકરાઓએ જ વિધવા માતા સાથે કરી લાખોની છેતરપિંડી. નારોલ વિસ્તારના લીલાવતીબેને પોતાના જ બે દીકરા કમલ અને અક્ષય વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ. પિતાના બેંક ખાતામાંથી ઓટીપી ચોરીને ૪.૩૦ લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. ૧૦-૧૦ લાખની FD માં નોમિનીનું નામ પણ બદલી નાખ્યું. પિતાના સોનાના દાગીના અને કિંમતી હોન્ડા સિટી કાર પડાવી લીધી. વિરોધ કરવા પર વૃદ્ધ માતાને આપી જાનથી મારી નાખવાની ધમકી
Surat News: સુરત જિલ્લાના માંગરોળના પાલોદ નજીક એક ગામે નરાધમ પિતાએ પિતા-પુત્રીનાં પવિત્ર સંબંધ પર કલંક લાગ્યો છે. એક 15 વર્ષીય સગીર પુત્રી પર સાવકા પિતાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્રણ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો. માતા બહાર બેઠી હોવા છતા હવસખોર પિતાએ પોતાની સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતા અંતે મામલો પ્રકાશમાં આવ્યો. માતાની ફરીયાદનાં આધારે પાલોદ પોલીસે નરાધમ પિતા વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
Bhavnagar youth murder case updates:ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુક્ડ ગામે ગતરાત્રીના યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી હતી. યુવકને અમદાવાદ રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હોય જે સબંધ યુવતીના પિતાને મંજુર ન હોય જેને લઈ ત્રણ વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેની દાઝ રાખી યુવતીના પિતાના કહેવાથી 3 શખસોએ યુવકને છરીના આડેધડ ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી નાસી છૂટ્યા હતા. જે મામલે મૃતક યુવકની માતાએ યુવતીના પિતા સહિત ચાર શખ્સો સામે વરતેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ ચાર પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા છે. જયારે મુખ્ય આરોપી હજુપણ પોલીસ પકડથી દૂર હોય તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Surat News:કઠોળ ગામ પાસે બુલેટ ટ્રેન બ્રિજ કામ દરમિયાન દુર્ઘટના. તાપી નદી પર નિર્માણાધીન બ્રિજ પરથી ભારે લોખંડની પ્લેટ નીચે પડી. પ્લેટ નીચે માછીમારી કરતા પિતા-પુત્રી દબાયા. બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળે ઉમટી પડ્યા. ઉતરાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
Bharuch News:ભરૂચ રાજકારણ મામલે દિગ્ગજ નેતા છોટુ વસાવાની પોસ્ટ સામે આવી. મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા બાદ પિતા છોટુભાઇ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ. સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે, તે નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું?-છોટુભાઈવસાવા. મહેશ વસાવા કોંગ્રેસનાં જોડાતા છોટુ વસાવાનું દર્દ છલકાયું
Morbi News:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના બે વર્ષના બાળકને તે જ કારખાનાની અંદર કામ કરતા રામવિકાસ ગેના શાહ નામના શખ્સે હવસનો શિકાર બનાવ્યો હતો
son killed his father In Kheralu Mehsana watch video for details
surat When father asked for the house back he set it on fire
Rajkot Rajpara village shocking case father killed by his own son
સુરત ફેમિલી કોર્ટમાં બાળકીના પિતાએ અરજી કરી. દીક્ષા વિવાદના કારણે દંપત્તિને 6 મહિનાથી અલગવાસ. બાળકીના પિતાને પરિચિતો દ્વારા દીક્ષા વિશે ખબર પડી.
Mehsana News: મહેસાણાની 23 વર્ષની એક યુવતી તેના પિતાની ઉંમરના અને એક સંતાનના પિતા સાથે ભાગી જતાં તેનાં માતાપિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. માતાપિતાએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે તેમની દીકરીને પરિણીત અને મોટી ઉંમરની વ્યક્તિએ ગેરકાયદે ગોંધી રાખી છે.
Surat News: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગીર પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી છે. આ હત્યા પાછળનું કારણ પુત્રને તેના પિતાના અન્ય મહિલા સાથેના સંબંધો હોવાની શંકા હતી.
Father killed daughter by throwing her into canal watch video for more details
હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોપર્સમાં પિતાએ જણાવ્યું હતું કે તેની દીકરીને ટ્યૂશન શિક્ષક ભગાડી ગયો છે. ટ્યૂશન શિક્ષક તેની દીકરીને અવાર નવાર મળવા ઘરે આવતો હતો અને ભણાવવા લઈ જતો હતો. ત્યારબાદ કોર્ટે પોલીસને બંનેને હાજર કરવા આદેશ કર્યો હતો.
ભાવનગર શહેરમાં આવેલી પ્રતિષ્ઠિત OAJ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ઇન્સ્ટિટયૂટની અંદર જ એક વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે, જેના પગલે સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
Father Suicide : મહીસાગરના કડાણા તાલુકામાં એક પિતાએ દીકરી માટે જાતિનો દાખલો કાઢવા સરકારી કચેરીઓના ધક્કા ખાધા, છતાં દાખલો ન મળતા મામલતદાર પર આક્ષેપ મૂકીને આત્મહત્યા કરી
Tapi: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની જ દોઢ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી નાખી છે. હાલ તો પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.