ગુજરાતમાં અહીં બન્યો ગજબનો કિસ્સો; 3 વર્ષથી પિતા 15 વર્ષની પુત્રીને અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો

દીકરી માટે સૌથી મોટી કોઈ સુરક્ષા કવચ હોય તો તે પિતાની છત્રછાયા છે. પરંતુ આજે એક એવા નરાધમ પિતાની વાત કરવી છે જે પોતાની સગી પુત્રીને પોતાની હવાસનો શિકાર બનાવતો હતો.

ગુજરાતમાં અહીં બન્યો ગજબનો કિસ્સો; 3 વર્ષથી પિતા 15 વર્ષની પુત્રીને અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો

ઝી બ્યુરો/સુરત: સમાજ માટે કલંક રૂપ કહી શકે એવો કિસ્સો સુરતમાં પ્રકાસમાં આવ્યો છે. એક પિતા પોતાની સગી દીકરી સાથે છેલ્લા 3 વર્ષથી શારીરિક છેડછાડ કરતો હોવાનું સામે આવ્યું હતું. દીકરીએ સમગ્ર મામલો માતાને કહેતા પિતાની કાળી કરતૂટ સામે આવી હતી અને બાદમાં આ અંગે માતાએ ડીંડોલી પોલીસ મથકમાં પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. 

દીકરી માટે સૌથી મોટી કોઈ સુરક્ષા કવચ હોય તો તે પિતાની છત્રછાયા છે. પરંતુ આજે એક એવા નરાધમ પિતાની વાત કરવી છે જે પોતાની સગી પુત્રીને પોતાની હવાસનો શિકાર બનાવતો હતો. એક વર્ષ પહેલાં દીકરીએ માતાને ફરિયાદ કરેલ હતી અને કહ્યું હતું કે કોઈ ઘરે હાજર ના હોય ત્યારે પિતા મારી સાથે ગંદુ કામ કરે છે પરંતુ જે તે સમયે પિતાએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.આ ગંભીર અને ધૃણાસ્પદ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો સુરત શહેરમાં લંપટ પિતાની કરતુત સામે આવી છે. 

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહી કાપડની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પિતા જેની દાનત પોતાનીજ 15 વર્ષની દીકરી પર બગડી હતી. કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો પિતા જેને સંતાનમાં બે દીકરા અને એક 15 વર્ષની દીકરી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પિતાની દાનત પોતાની દીકરી પર જ બગડેલી હતી અને ત્રણ વર્ષથી તેના શારીરિક હડપલા કરી રહ્યો હતો. જ્યારે પણ તેની પત્ની અને દીકરાઓ બહાર હોય ત્યારે આ લંપટ પિતા અવારનવાર પોતાની જ દીકરીના શરીર સાથે અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો હતો. જ્યારે પણ દીકરી આનો વિરોધ કરતી ત્યારે તે પોતાની નસ કાપી મરી જવાનું કહી દીકરીને ડરાવતો હતો. 

એકાદ વર્ષ અગાઉ દીકરી એ હિંમત કરી પોતાની માતાને આ બાબતે ફરિયાદ કરી હતી. પોતાના દીકરીથી પોતાના જ પિતા વિશે આવા શબ્દો સાંભળી માતા હેબતાઈ ગઈ હતી અને તેને આ સમગ્ર બાબતની જાણ પોતાની સાસુ ને કરતાં દીકરીના દાદીએ તેના પુત્રને સમજાવ્યું હતું અને બીજી વાર આવું ક્યારેય નહીં કરે તેની બાહેધરી અપાવી હતી. થોડાક સમય બાદ ફરી લંપટ પિતા સુધર્યો ન હતો અને જ્યારે પણ ઘરના લોકો બહાર હોય કે સૂઈ ગયા હોય ત્યારે દીકરીના શારીરિક અડપલા કરવાનું શરૂ કરી દેતો હતો. 

દીકરીએ પાછી માતાને આ વાત કરતા તેની માતાએ તેના પતિને આવું કૃત્ય કરવાનું ના પાડ્યું હતું. તેમ છતાં નરાધમ પિતા સુધર્યો ન હતો. અંતે ઘણું સમજાવ્યા બાદ પણ જ્યારે પોતાનો પતિ આવા કરતુત કરવા થી સુધરતો ન હતો ત્યારે માતાએ અંતિમ નિર્ણય લઈ ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે આવી હતી અને સમગ્ર બનાવની હકીકત જણાવી હતી. 

ડીંડોલી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે લંપટ પિતા એવા આરોપી પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને છેવટે આરોપીને ઝડપી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news