અરવલ્લીના મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ; 4નાં મોત, ફાયરે જાહેર કર્યો મેજર કોલ
આ ઘટનામાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં ફાયરે મેજર કોલ જાહેર કર્યા છે. ગાંધીનગર અને હિંમતનગરથી પણ ફાયરની ટીમ બોલાવાઈ છે.
Trending Photos
Aravalli News: રાજ્યમાં આગની એક પછી એક ઘટનાઓ સામે આવતી જાય છે, ત્યારે અરવલ્લીના મોડાસામાં ફટાકડાની ફેક્ટીમાં ભીષણ આગની ઘટના બની છે. આ ઘટનામાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં ફાયરે મેજર કોલ જાહેર કર્યા છે. ગાંધીનગર અને હિંમતનગરથી પણ ફાયરની ટીમ બોલાવાઈ છે.
#WATCH | A massive fire breaks out at a firecracker company in Aravalli district of Gujarat. Two fire tenders present at the spot. Further details awaited. pic.twitter.com/2oOnSHfpjk
— ANI (@ANI) April 20, 2023
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોડાસાના લાલપુરકંપા પાસે ભયાનક આગનો બનાવ સામે આવ્યો છે. આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. ગાંધીનગર અને હિંમતનગરની ગાડીઓ આગને કાબુમાં લેવા બોલાવવામાં આવી છે. હાલ મોડાસાની ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
આગના કારણે મોટું નુકશાન થવાની ભીતિ છે. અંદર ફસાયેલા 5 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. વેલ્ડિંગના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો બીજી તરફ આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. હજારોના લોકોના ટોળાને દૂર કરવા પોલીસ કાફલો ઉતારાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે