વડોદરાની બિચ્છુ ગેંગના 12 સાગરીતોની ધરપકડ, ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનોં નોંધાયો છે. વડોદરાની બિચ્છુ ગેંગના 12 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

Updated By: Jan 20, 2021, 09:49 PM IST
વડોદરાની બિચ્છુ ગેંગના 12 સાગરીતોની ધરપકડ, ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

હાર્દિક દીક્ષિત/ વડોદરા: ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા ગુજસીટોક કાયદા હેઠળ વડોદરામાં પ્રથમ ગુનોં નોંધાયો છે. વડોદરાની બિચ્છુ ગેંગના 12 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ગેંગનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે. ત્યારે પોલીસ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ બાદ પોલીસ કમિશ્નર કચેરીમાં બિચ્છુ ગેંગે હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા રાજ્ય સરકાર દ્વારા ગુજસીટોકનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. જેના અંતર્ગત ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના માથાભારે શખ્સો સામે ગુના નોંધવામાં આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં ગુજસીટોક હેઠળ એક પણ કાયદો હજુ સુધી નોંધવામાં આવ્યો ન હતો. જો કે, આજે વહેલી સવારે મોપેડ પર આવેલા ત્રણ શખ્સો દ્વારા ચપ્પૂની અંણીએ બે લોકોને લૂંટી લેવાની ઘટના સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિચ્છુ ગેંગના અતિક સબદરહુસેન મલેક, મહમદસીદીક અબ્દૂલસત્તાર મન્સુરી અને ફૈઝલ હુસેન શેખની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:- વડોદરામાં ડ્રગ્સનો મોટો વેપલો છતા પોલીસ મહોરા પકડીને ખુશ, મુખ્ય આરોપી માટે અંધારામાં ફાંફાં

વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જણાવવામાં આવ્યું હતું કે, બિચ્છુ ગેંગ સામે વડોદરામાં અત્યાર સુધીમાં 60થી વધુ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે બિચ્છુ ગેંગના 26માંથી 12 સાગરીતોની ધરપકડ કરી છે. જો કે હાલ ગેંગનો મુખ્ય આરોપી અસલમ બોડીયાને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને તેની શોધ કરવામાં આવી રહી છે. જો કે, જોઈન્ટ સીપી કોરડીયાની પ્રેસ કોન્ફરન્સ બાદ પોલીસ કમિશનર કચેરીમાં બિચ્છુ ગેંગના સાગરિતોએ હોબાળો મચાવ્યો હતો. આરોપીઓએ નિર્દોષ હોવાનું કહીં ધમાલ મચાવી હતી. ત્યારે પોલીસે બળપ્રયોગ કરી આરોપીઓને અટકાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં આરોપીઓની આવી હરકતથી પોલીસની આબરૂના ધજાગરા ઉડયા છે. શહેરમાં ગુનેગારોમાં પોલીસ ધાક નથી એ આ ઘટના પરથી ફલિત થાય છે

આ પણ વાંચો:- મોરબીમાં પોલીસ કર્મી જ દારૂની ખેપ મારતા ઝડપાયા, કાર પલ્ટી મારતા ભાંડો ફૂટ્યો

ઉલ્લેખનીય છે કે, વડોદરાના વિવિધ પોલીસ સ્ટેશનમાં અસલમ બોડીયા સામે ખંડણી, લૂંટ, રાયોટિંગ, મારામારી, જમીન મકાન ખાલી કરાવવા સહિતના અનેક કેસ નોંધાયેલા છે. ત્યારે બિચ્છુ ગેંગ ફરી સક્રિય થતા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ બિચ્છુ ગેંગ સામે ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી છે. ત્યારે બિચ્છુ ગેંગનો મુખ્ય આરોપી અસલમ બોડીયા હજુ પણ ફરાર છે.