બાયોડિઝલનાં નામે કરોડોની ઠગાઇ, અમદાવાદનું એડ્રેસ દેખાડી ઇન્દોરમાં ચાલતું કૌભાંડ

ઈન્દોરમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું. રખિયાલ પોલીસે ઇન્દોરથી બે આરોપી ધરપકડ કરી,અન્ય 10 ફરાર આરોપી શોધખોળ શરૂ કરી.

Updated By: Jun 24, 2021, 07:12 PM IST
બાયોડિઝલનાં નામે કરોડોની ઠગાઇ, અમદાવાદનું એડ્રેસ દેખાડી ઇન્દોરમાં ચાલતું કૌભાંડ

ઉદય રંજન/અમદાવાદ : ઈન્દોરમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું. રખિયાલ પોલીસે ઇન્દોરથી બે આરોપી ધરપકડ કરી,અન્ય 10 ફરાર આરોપી શોધખોળ શરૂ કરી.

રખિયાલ પોલીસની ગિરફતમા ઉભો નીરજ તિવારી અને રીતા તિવારી બન્ને ભાઇ-બહેન બૉગ્સ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ છે. ઇન્દોરમાં બનાવટી વેબ સાઈટ ઇન્ટર ગ્લોબલ રિસોર્સિસના નામનું બૉગ્સ કોલ સેન્ટર શરૂ કર્યું હતું. જે કોલ સેન્ટરનો મુખ્ય ફરાર આરોપી નાગેશકુમાર કટારીયા છે. પકડાયેલ બન્ને આરોપી કોલ સેન્ટર માં કોલર તરીકે કામ કરતા હતાં અને ઠગાઇનાં પૈસા પોતાના બેંક ખાતામાં જમા થતા હોવાનું સામે આવ્યુ છે.

બૉગ્સ કોલ સેન્ટરની મોડસ ઓપરેન્ડી ની વાત કરીએ તો બાયોડીઝલ સસ્તા ભાવે જથ્થો આપવાના બહાને ઠગાઇ આચરતા હતાં. જેમાં વેપારીઓ વેબસાઈટ મારફતે સંપર્ક કરે ત્યાર બાદ પકડાયેલ આરોપી રીતા તિવારી વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમાં લઈને પૈસા બેંકમાં જમા કરાવી ઠગાઇ કરતા. બાયોડિઝલનો સોદો નક્કી કર્યા બાદ વેપારીને શંકા ન જાય તે માટે બાયોડીઝલ જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે જતો હોવાની રસીદ અને વિડિયો પણ મોકલવામાં આવતો હતો. એટલું જ નહીં કોઈ આરોપી દ્રારા બનાવટી વેબસાઈટ પર અમદાવાદની રખિયાલ કંપની સરનામું લખ્યું હતું જેનાથી લોકો વિશ્વાસ માં આવી જાય અને બાયોડીઝલ હું ખરીદી કરવા તૈયાર થઈ જાય.

ઉલ્લેખનીય છે કે, રખિયાલ પોલીસને છેતરપિંડીની એક અરજી આવી હતી. જેમાં ભાવનગર વેપારી 46 લાખ રૂપિયા છેતરપીંડી થઈ હતી. જેની તપાસ કરતા રખિયાલ પોલીસ ઇન્દોર બૉગ્સ કોલ સેન્ટર તાર મળ્યા અને પોલીસે બે આરોપી ધરપકડ કરી 10 લાખ રૂપિયા બેંકમાં ફિઝ કરી દીધાં હતાં. અન્ય મુખ્ય આરોપી સહીત 10  ફરાર આરોપી પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube