કૌભાંડ

રૂપિયાની ભૂખી પત્નીએ પતિને જીવતેજીવ મારી નાંખ્યો, અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો

  • વીમા પોલિસીની રકમ પકવવા પત્નીએ પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી લાખોની રકમ મેળવી 
  • ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલા અને સર્ટી બનાવનાર ડોક્ટરની કરી ધરપકડ

Jul 9, 2021, 07:39 AM IST

બાયોડિઝલનાં નામે કરોડોની ઠગાઇ, અમદાવાદનું એડ્રેસ દેખાડી ઇન્દોરમાં ચાલતું કૌભાંડ

ઈન્દોરમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટરનો રખિયાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. બાયોડીઝલ આપવાના બહાને મોટા વેપારીઓ સાથે ઠગાઈ આચરતુ કોલ સેન્ટર ઝડપાયું. રખિયાલ પોલીસે ઇન્દોરથી બે આરોપી ધરપકડ કરી,અન્ય 10 ફરાર આરોપી શોધખોળ શરૂ કરી.

Jun 24, 2021, 07:12 PM IST

સુરત : સુમુલ ડેરીમાં 1000 કરોડનું કૌભાંડ, ખેડૂત આગેવાને રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

સુરતની સુમુલ ડેરી કરોડોના કૌભાંડને મામલે વિવાદમાં સપડાઈ છે. સુમુલ ડેરીમાં 1000 કરોડના કૌભાંડનો મામલે ખેડૂત આગેવાન દર્શન નાયકે રાષ્ટ્રપતિ અને પીએમને પત્ર લખ્યો છે. પૂર્વ પ્રમુખે લગાવેલા આક્ષેપોની તપાસની માંગ કરાઈ છે. સુમુલ ડેરીના પ્રમુખ રાજુ પાઠકે રૂા.૧ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો પૂર્વ સાંસદ માનસીંગ પટેલે આક્ષેપ કર્યો છે. કૌભાંડ સમયે રાજુ પાઠક ડેરીના પ્રમુખ હતા. 

Jun 23, 2021, 10:37 AM IST

RAJKOT: માલિકને 5 લાખ રૂપિયાનો ગોટાળો લાગ્યો તપાસ કરી તો કરોડોનું કૌભાંડ બહાર આવ્યું

કોરોનાના કપરાકાળમાં આપણે ઘોર કળિયુગના એકથી વધુ દ્રષ્ટાંતો જોઈ રહ્યાં છીએ. ક્યાંક મૃતદેહ પરથી કફનની ચોરીને તેનો વેપલો તો ક્યાંક 2-5 કિલોમીટર એમ્બ્યુલન્સના 5થી 10 હજાર પડાવવાનો ઘોર અપરાધ. તેવામાં રોજે રોજ ચલણી નાણાં સાથે વ્યવહાર કરનારા એક કર્મચારીએ કળિયુગ અનુસાર જ હરકત કરી. અને પોતાની જ આંગડિયા પેઢીને લગાવ્યો કરોડોનો ચૂનો. 

May 16, 2021, 11:36 PM IST

શેરબજારમાં રોકાણ કરાવી ઊંચા નફા અપાવવાની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઇ

સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરી એક વખત  શેર ટ્રેડિંગ માં રોકાણ કરાવી બમણો નફો કરાવી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરનાર ગેગ ને ઝડપી પાડી છે. હાલ પોલીસે 6 આરોપીઓને ઝડપી કેવી રીતે આ ગેંગ લોકો ને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરતી તે અંગે વધુ પૂછપરછ હાથ ધરીને આગળની તપાસ ચાલુ કરી છે.

Mar 26, 2021, 11:34 PM IST

જમીનમાંથી નિકળશે સોનાના બિસ્કિટના નામે લાખોની ઠગાઇ, મુર્ખામી પર હસવું જરૂર આવશે!

જીલ્લાના વિસાવદર તાલુકાના સુખપુર ગામે ખેડૂત સાથે છેતરપીંડી કરનાર છ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. ખેતરમાં જમીનમાં માયા (સોનું) હોવાનું જણાવી 4.71 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. ફરીયાદી ઉપર દેણું થઈ જતાં જમીન વેચી હતી. જેના રૂપિયા આવ્યા હોવાની જાણ થતાં ફરીયાદીને શિશામાં ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. આરોપીને સોનું બતાવીને છેતરપીંડી કરવામાં માહિર એવા શખ્સ સાથે સંપર્ક હતો. જેથી તાંત્રિક વિધિ કરીને જમીનમાં સોનું મળશે તેના માટે પહેલા 51 હજારના ખર્ચે પીત્તળના બિસ્કીટને સોનાના બિસ્કીટ ગણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઈ બાદમાં 4.20 લાખની રકમ લીધી હતી. તાંત્રિક વિધિ કર્યા બાદ રૂપિયા લઈ બે ત્રણ દિવસ પછી સોનું મળશે તેવું જણાવી આરોપી ફરાર થઈ ગયા હતા. ત્રણ દિવસ પછી જમીનમાંથી કશું નહીં નીકળતાં પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડતાં ખેડૂતે ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદને આધારે પોલીસે તમામ છ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jan 3, 2021, 11:48 PM IST

દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા મોટી હલચલ, કરોડોના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ

મહેસાણા જિલ્લાની સૌથી મોટી દૂધસાગર ડેરી (dudh sagar dairy) ની ચૂંટણી પહેલા મોટો અપસેટ સર્જાયો છે. કરોડોના ઉચાપત મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા  ઉત્તર ગુજરાતના દિગ્ગજ સહકારી આગેવાન વિપુલ ચૌધરી (vipul chaudhary) ની ધરપકડ કરવામાં આવી છે. 22 કરોડના સાગર દાણ કૌભાંડ મામલે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ગત મોડી રાત્રે ગાંધીનગરથી તેમની અટકાયત કરાઈ છે. ડેરીની ચૂંટણી પહેલા વિપુલ ચૌધરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડથી સહકારી મંડળી ક્ષેત્રે રાજકારણ ગરમાયું છે. 

Dec 13, 2020, 11:17 AM IST

ઠગાઇના પણ ટ્યુશન ! 50 હજારનો ઠગાઇનો કોર્સ કરીને પ્રેક્ટિકલ કરવા આવેલા 4 ઝડપાયા

  સંઘ પ્રદેશ દમણની પોલીસના હાથે એક એવી મહાઠગ ગેંગ હાથમાં લાગી છે. આ ઠગ ગેંગના તમામ સાગરીતોએ 50 હજાર રૂપિયાની ફી ભરી અને ઠગાઈની ટ્રેનીંગ લીધી છે. ટ્રેનિંગ બાદ વિમાનમાં ઠગાઈ કરવા અન્ય રાજ્યોમાં જતા અને ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા ચાંઉ કરી જતા હતા. તો આવો આપને બતાવીએ કોણ છે આ મહાઠગ ગેંગ જેને હજારો રૂપિયાની ફી ભરી અને ઠગાઈની ટ્રેનિંગ લીધી છે. ગણતરીની મિનિટોમાં જ લાખો રૂપિયા હડપ કરી જતા હતા. 

Nov 6, 2020, 08:59 PM IST

નાની ચલણી નોટનાં બદલે મોટી ચલણી નોટનું કૌભાંડ, અનેક વેપારીઓ બન્યા છે ભોગ

નાની ચલણી નોટની જગ્યાએ મોટી ચલણી નોટના નામે ઠગાઈ 10 ટકા કમિશનની લાલચે વેપારીના 16 લાખ લૂંટ્યા હતા. અમદાવાદની સરખેજ પોલીસે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે. જેણે પોતાના સાગરીતો સાથે મળી દિલ્લીના વેપારી સાથે 16 લાખની છેતરપિંડી આચરી છે. આ ગેંગે ગુજરાતમાં અનેક લોકોને ચૂનો લગાવ્યો છે. પોલીસે આ ટોળકીના એક શખ્સને ઝડપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી વેપારી સતીષકુમાર ગર્ગનો રેડિમેડ ગારમેન્ટનો ધંધો છે. દિલ્લી ખાતે નજીકના વિસ્તારમાં જ દુકાન ધરાવતા અશોક કુમાર તનેજા ફ્રૂટ જ્યુસની દુકાન ચલાવે છે. 

Nov 3, 2020, 10:32 PM IST

સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયાની ઠગાઇ, પોલીસ કર્મીના પિતા પણ છેતરાયા

રાજ્યના પોલીસ વિભાગના કર્મચારી બનીને ગૌણસેવા મંડળના સચિવ સાથે ઓળખાણ હોવાની વાત કરી ત્રણ લોકો સાથે યુવક યુવતી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારીના પિતાનો પણ સમાવેશ થાય છે. આ અંગે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ દાખલ થઇ છે. ગુજરાત ભરતી બોર્ડના સચિવ એન.કે દેસાઇની સહી સિક્કા કરેલી કોપીમાં સરકારી નોકરી અપાવવા પેટે 12 લાખ લીધા હોવાનું લખાણ આપ્યું હતું. સચિવાલયમાં કાર ભાડે મુકવાનું કહી મહિલા પોલીસના પિતાની 17 લાખની ગાડી દારૂની હેરાફેરી માટે બુટલેગરને આપી હતી. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે.

Oct 31, 2020, 07:06 PM IST

સુરત: વરાછાનો સોની 26 લાખ રોકડા અને સોનાના 2 બિસ્કીટનું ફુલેકુ ફેરવી ફરાર

શહેરના મોટા વરાછામાં ભગવતી જ્વેલર્સના માલિકે ધંધામાં રૂપિયાની જરૂર હોવાના કારણે મિત્રો પાસેથી ઉધાર 26 લાખ રૂપિયા રોકડા અને દાગીના બનાવવા માટે બે સોનાના બિસ્કિટ મેળવ્યા હતા. જો કે ત્યાર બાદ તે અચાનક દુકાન બંધ કરીને ઠગાઇ કરીને ભાગી ગયા હતા. જેના પગલે જ્વેલર્સના માલિકો દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વરાછા વિસ્તારનાં સોનીઓમાં આ મુદ્દે હાહાકાર મચી રહ્યો છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા મનોજ પાલા મોચા વરાછામાં અંકિત શોપિંગ સેન્ટરમાં ભગવતી જ્વેલર્સનાં નામે સોના ચાંદીના ઘરેણાનો વ્યવસાય કરે છે.

Oct 29, 2020, 04:10 PM IST

આનંદનગર દારૂની મહેફીલ મામલે કોલ સેન્ટર કિંગનાં ફોનમાંથી મળ્યો કોલસેન્ટરનો ડેટા

અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં ઝડપાયેલી દારૂની મહેફિલનાં કેસમાં કોલસેન્ટર કીંગ નીરવ રાયચુરા સામે પોલીસે કાયદાનો ગાળીયો કસ્યો છે. નીરવ રાયચુરાનાં ફોનને પોલીસે તપાસતા અનેક કોલ સેન્ટરનાં ડેટા અને ક્રિપ્ટો કરન્સી મળી આવતા અન્ય બે એજન્સી પોલીસ સાથે તપાસમાં જોડાઇ છે.

Oct 28, 2020, 08:29 PM IST

રાજકોટમાં પણ રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ આવ્યું સામે, આ પ્રકારે ચાલતી હતી ગેંગ

* રાજકોટમાં વધુ એક એજન્સીએ બોગસ બિલ બનાવ્યાનુ આવ્યું સામે
* ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસમાં એજન્સીનો ફૂટ્યો ભાંડો
* કૌભાંડમાં પણ એમઆર ફળદુની ભૂમિકા આવી સામે , જેલમાંથી કબજો મેળવી કરાશે પૂછપરછ

Oct 5, 2020, 11:54 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને અપાતી સબસીડીમાં પણ કૌભાંડ, હાઇકોર્ટમાં પિટિશન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું મોટુ કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો કર્યો છે. આ મુદ્દે સચોટ તપાસ તથા યોગ્ય કાર્યવાહી માટે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. મનોજ પટેલનું કહેવું છે કે, સમગ્ર દે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી સામે આર્થિક રીતે ઝઝુમી રહ્યો છે. આગામી મય આનાથી કપરી આર્થિક મહામંદીનો સમય આવવાની ભીતિ સેવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ માહિતી અને પ્રસારણ વિભાગમાં કરવામાં આવેલી આરટીઆઇમાં ગુજરાતી ફિલ્મ ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહક નીતિ 2019 અને 2016 અન્વયે અપાતી સહાયની રકમ સબસીડીનો કથિત છબરડો બહાર આવ્યો છે. 

Aug 17, 2020, 07:29 PM IST

સુરત: OLX ઠગનું અપહરણ થયું, પોલીસે બચાવ્યા બાદ તેણે કર્યા મોટા ગોટાળા

OLX પરથી મોબાઇલની ખરીદી કરી લોકો સાથે ગોટાળા કરીને મેળવેલો મોબાઇલ ફોન ખરીદનારને વેપારીઓ પાસે  પોલીસ પહોંચી અને મોબાઇલ ફોન ખરીદનાર વેપારીઓ પાસે પોલીસ પહોંચી અને મોબાઇલ કબ્જે કર્યા હતા. તો મોબાઇલ વેપારીએ પૈસા વસુલવા ઠગાઇ કરી મોબાઇલ વેચવાર ઢગબાજનું અપહરણ કર્યું હતું. હાલમાં પોલીસે અપહરણ કરેલા ઠગને છોડાવી અપહરણનો ગુનો નોંધીને 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. 

Aug 2, 2020, 10:35 PM IST

Mgnrega માં જિલ્લામાં 10 કરોડનું અને રાજ્ય સ્તરે અબજોનું કૌભાંડ થયાનો હાર્દિકનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (Mgnrega) યોજના હેઠળ 10 કરોડના કૌભાંડનો આક્ષેપ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર કર્યો છે. mgnrega યોજનામાં કામ ના કર્યું હોય છતા પણ લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા અને ATM કાર્ડ અને જોબકાર્ડ બનાવીને TDO ની સહીથી ભુતિયા જોબકાર્ડ ધારકોને પેમેન્ટ પણ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર બનાસકાંઠામાં જ 50 કરોડ રૂપિયાનાં કૌભાંડનો ચકચારી આક્ષેપ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

Aug 1, 2020, 06:16 PM IST

સુમુલ ડેરીમાં કથિત કૌભાંડી રાજુ પાઠકને હટાવવા સહકાર પેનલે કમર કસી

આગામી સાતમી ઓગસ્ટના રોજ સુમુલડેરીની ચુંટણી આવી રહી છે ત્યારે 16 બેઠકો પર કાંટાની ટકકર જોવા મળશે. ચુંટણીને લઇ આજથી સહકાર પેનલ દ્વારા ઉમેદવારના ફોર્મ ભરવાનુ શરુ કર્યુ છે. સુમુલ ડેરીના તાપી અને સુરતની મળી કુલ 16 બેઠકો પર ચુંટણીનો જંગ જોવા મળશે. આ વર્ષે હાલના સુમુલ ડેરીના ચેરમેન રાજુપાઠકને હરાવવા સહકાર પેનલ પોતાની કમર કસી છે. 

Jul 21, 2020, 07:22 PM IST

SBI ગ્રાહક થઇ જાય Alert: ફક્ત એક ખોટી ક્લિકથી થઇ શકે છે તમારું એકાઉન્ટ ખાલી

દેશમાં સતત એક પછી એક ઓનલાઇન કૌભાંડ સામે આવી રહ્યા છે. આ કડીમાં હવે સામાન્ય બેન્ક એકાઉન્ટહોલ્ડર પર પણ સેંઘમારોની નજર છે. આ ખતરાને જોતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)એ પોતાના ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે.

May 25, 2020, 04:10 PM IST

માત્ર આટલા રૂપિયામાં બને છે લોકડાઉનનો નકલી પાસ, સરકારી પાસનો ખુલ્લેઆમ વેપાર

લોકડાઉન દરમિયાન શહેરમાં ફરવા માટેની છૂટછાટના નકલી પાસ કાઢવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે. પરસાણાનગર વિસ્તારમાં સ્ટુડિયો ચલાવતા એક યુવક દ્રારા રૂપિયા લઇને નકલી પાસ કાઢવામાં આવતા હતા. આ મામલે પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે.જો કે સવાલ એ છે કે છેલ્લા એક મહિનાથી આ ગોરખધંધો ચાલતો હતો તો પોલીસના ધ્યાને શા માટે ન આવ્યું.

May 15, 2020, 03:03 PM IST