શેરબજારમાં રાતોરાત લાખોપતિ બનાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ

સાયબર ક્રાઈમની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડીના ગુનાની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સાયબર ક્રાઈમના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
શેરબજારમાં રાતોરાત લાખોપતિ બનાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ

ઉદય રંજન/અમદાવાદ : સાયબર ક્રાઈમની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડીના ગુનાની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સાયબર ક્રાઈમના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

શેર બજારમાં સારા વળતરની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા મુખ્ય આરોપીની ધરપકડ સાયબર ક્રાઇમે કરી છે. વિસનગરના રુદ્રાક્ષ ફાર્મહાઉસમાં છુપાઈને શેરબજાર કોલસેન્ટર ચલાવતા આરોપી હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારની ધરપકડ બાદ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં સાયબર ક્રાઈમની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી હિમાંશુને છોડાવી લેવા માટે મદદગારી કરવામાં આવી હતી. હિમાંશુ વિરુદ્ધ રૂપિયા 11 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. જોકે એક ગુનામાં ધરપકડ બાદ વધુ એક ગુનાનો આરોપી બન્યો છે.

સાયબર ક્રાઈમની ટીમે શેરબજારમાં છેતરપિંડી મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ કરી હતી. તેમની પુછપરછમાં સામે આવ્યુ કે, મુખ્ય આરોપી હિમાશું છે અને તે શેરબજારમાં રોકાણ માટેનું બનાવટી કોલસેન્ટર પણ ચલાવે છે. જેથી પોલીસ તેની ધરપકડ માટે પહોંચી ત્યારે હિમાંશુ એ પોતાની જાતે કાતર મારી અને તેના 50 જેટલા સાગરીતોએ 3 પોલીસ પર હુમલો કર્યો અને પોલીસની ગાડીને રોકી આરોપીને ભગાડી જવાની કોશિશ કરી હતી. જેથી વિસનગર તાલુકા પોલીસ મથકે હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર, વિમલ પટેલ, વિશાલ પટેલ, જાવેદ સિંધી, યકિન અને હિમાંશુ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અને અન્ય 3 ગાડીમા રહેલા લોકો વિરુધ્ધ પણ ફરિયાદ થઈ છે.

જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમે હિમાંશુની ધરપકડ કરીને છેતરપિંડીના ગુનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હિમાંશુ શેરબજારમાં કમાવી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવતી ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનુ પણ જાણવા મળ્યું છે. જેથી હાલમાં પોલીસે  તેની પૂછપરછ કરી અન્ય કેટલા ગુના આચર્યા છે. અને તેના બેંક અકાઉન્ટ અને તેની સાથે સંકળાયેલ અન્ય લોકોની તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news