Surat: ફ્રાન્સનું પ્રતિનિધિ મંડળ સુરત શહેરની મુલાકાતે, MoU થાય તેવી શક્યતાઓ
છેલ્લા બે દાયકામાં સુરત (Surat) શહેરે વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સૌથી વિકસતા શહેરોમાં સુરતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશનાં સ્વચ્છ શહેરોની (Clean Cities) યાદીમાં બીજું સ્થાન મેળવીને સમગ્ર વિશ્વમાં સુરતે પોતાનું નામ રોશન કર્યું છે
Trending Photos
ચેતન પટેલ/ સુરત: છેલ્લા બે દાયકામાં સુરત (Surat) શહેરે વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સૌથી વિકસતા શહેરોમાં સુરતે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેશનાં સ્વચ્છ શહેરોની (Clean Cities) યાદીમાં બીજું સ્થાન મેળવીને સમગ્ર વિશ્વમાં સુરતે પોતાનું નામ રોશન કર્યું છે. સુરત મહાનગર પાલિકાનાં (Surat Municipal Corporation) વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ પોતાના શહેરમાં કરવા માટે દેશ-વિદેશનાં પ્રતિનિધિઓ સુરતની મુલાકાતે આવતા હોય છે. દરમિયાન પર્યાવરણ સંદર્ભે આગામી 1 ફેબ્રુઆરીનાં રોજ ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન (French Environment Minister) બાર્બરા પોમપિલી (Barbara Pompili) સહિત 15 પ્રધાનોનું પ્રતિનિધિ મંડળ સુરત શહેરની મુલાકાતે આવી રહ્યું છે.
પર્યાવરણ સંદર્ભે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
મ્યુનિસિપલ કમિશ્નર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ (Banchhanidhi Pani) જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરીનાં રોજ વિદેશી મહેમાનો સવારના 8.25 વાગ્યે સુરત એરપોર્ટ (Surat Airport) ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા મુગલીસરા કચેરી આવશે. જ્યાં સુરત મ.ન.પા દ્વારા વિવિધ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન યોજી ફ્રાન્સ પ્રધાન (French Environment Minister) સહિતનાં મહેમાનોને માહિતી પૂરી પાડવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ સંદર્ભે આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે સુરત મ.ન.પા.એ શહેરને પ્રદૂષિત થતા અટકાવવા માટે મ.ન.પા. દ્વારા શરૂ કરાયેલી મોબિલીટી બસ સેવા, ITMS સેન્ટર, બાયોડાઈવર્સિટી પાર્ક, પ્લાસ્ટિક પ્રોસેસિંગ સેન્ટર સહિતનાં પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ વિદેશી ટીમ દ્વારા કરવામાં આવશે. વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત બાદ વિદેશી મહેમાનો સાંજે 7 કલાકે દિલ્હી જવા રવાના થશે.
કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરીજનોને સામૂહિક પ્રવાસની સેવા પૂરી પાડવા માટે સુરત મેટ્રો રેલ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Modi) હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Train Project) માટે ફ્રાન્સ દ્વારા મ.ન.પા.ને આર્થિક સહાય કરવામાં આવી છે. ફ્રાન્સનાં પર્યાવરણ પ્રધાનની મુલાકાત બાદ સુરત શહેર અને ફ્રાન્સ વચ્ચે કેટલાક પ્રોજેક્ટ માટે એમઓયુ થાય તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે