Farmers Protest: NH-24 હાઇવે કર્યો બંધ, ખેડૂતોની વધી રહી છે સંખ્યા

તમને જણાવી દઇએ કે ભારતીય કિસાન યૂનિયન (BKU) ના આહવાન પર પશ્વિમી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના જિલ્લા બાગપત, બિઝનૌર, મેરઠ, મુરાદાબાદ, મુફજ્જરનગર અને બુલંદશહેર થી વધુ ખેડૂત આંદોલન (Farmers Protest) માં સામેલ થવા માટે યૂપી ગેટ પર પહોંચી ગયા છે.

Farmers Protest: NH-24 હાઇવે કર્યો બંધ, ખેડૂતોની વધી રહી છે સંખ્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હી બોર્ડર પર થઇ રહેલા ખેડૂતોના પ્રદર્શનના લીધે નેશનલ હાઇવે-24 બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે ગાજીપુર બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નેશનલ હાઇવે-24 બંધ કરવાની જાણકારી આપી. 

તમને જણાવી દઇએ કે ભારતીય કિસાન યૂનિયન (BKU) ના આહવાન પર પશ્વિમી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના જિલ્લા બાગપત, બિઝનૌર, મેરઠ, મુરાદાબાદ, મુફજ્જરનગર અને બુલંદશહેર થી વધુ ખેડૂત આંદોલન (Farmers Protest) માં સામેલ થવા માટે યૂપી ગેટ પર પહોંચી ગયા છે. જોકે યૂપી પોલીસે પ્રદર્શનકારીઓને હાઇવે ખાલી કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે. અહીં સુરક્ષાબળ મોટી સંખ્યામાં  તૈનાત કરવામાં આવ્યા છે. 

આ શહેરોને દિલ્હી સાથે જોડે છે NH-24
તમને જણાવી દઇએ કે હાઇવે 24 દિલ્હીને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મુખ્ય શહેર ગાજિયાબાદ, હાપુડ, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, સીતાપુર અને લખનઉ વગેરેને જોડે છે. નેશનલ હાઇવે 24 બંધ થતાં યૂપીના આ શહેરોમાંથી દિલ્હી અવર જવર કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

 જ્યારે ગુરૂવારે સાંજે પ્રદર્શન સ્થળ પર વિજળીનો કાપ સતત કરવામાં આવ્યો. ગાજીપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) ના નેતૃત્વમાં ભારતીય કિસાન યૂનિયન (BKU) ના સભ્ય ગત 28 નવેમ્બર 2020થી ધરણા આપી રહ્યા છે.  

વિપક્ષી નેતાઓએ ખેડૂત આંદોલનને આપ્યું સમર્થન
આ દરમિયાન ઉત્તર પ્રદેશ  (Uttar Pradesh) કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ, આરએલડી નેતા જયંત ચૌધરી અને ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે રાકેશ ટિકૈત (Rakesh Tikait) સાથે મુલાકાત કરી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ કિસાન આંદોલન (Farmers Protest) ને પોતાની પાર્ટીનું સમર્થન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news