ઈ-ચલાણમાં સરકારે લીધો મોટો નિર્ણય : હવે ઘરે બેઠા ઈ-કોર્ટની હિયરિંગમાં રહી શકાશે

E-Challan: હવે રાજ્યમાં ૨૦ સ્થળોએ ઇ-ચલાણની કાર્યવાહી હાથ ધરાશે... કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન ૨૦ ઇ- ટ્રાઇફ કોર્ટ શરૂ થશે... ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે... 
 

ઈ-ચલાણમાં સરકારે લીધો મોટો નિર્ણય : હવે ઘરે બેઠા ઈ-કોર્ટની હિયરિંગમાં રહી શકાશે

Gandhinagar News : હવે રાજ્યમાં ૨૦ સ્થળોએ ઇ-ચલાણની કાર્યવાહી હાથ ધરાશે. કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં નવીન ૨૦ ઇ- ટ્રાઇફ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે. વર્ચ્યુઅલ કોર્ટની મદદથી ઘરે બેઠા કોર્ટની હિયરિંગમાં હાજર રહી શકાશે. રાજ્યમાં ૨૦ જગ્યાએ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં ઇ-ચલાણ સ્વીકારવામાં આવશે. 

રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી. 

હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે. 

ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે
તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ, સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા, કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, બનાસકાંઠામાં સુઇગામ અને દાંતા ખાતે, અમદાવાદમાં ધોલેરા ખાતે, સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર, દાહોદ,પોરબંદર, તાપી,ગીર  દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચલાણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news