કિંમતી ધાતુ માટે સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, આ રીતે કારને બનાવતા હતા નિશાન
અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઈકો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ સાથે ત્રણ સાઈલેન્ડર જપ્તે કર્યાં છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઈકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આરોપીની પુછપરછમાં 20 જેટલા ગુનાની કબુલાત કરી છે. જોકે પોલીસે 3 ચોરી કરેલા સાઈલેન્સર સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ ગ્રામ્ય LCBની કસ્ટડીમાં રહેલા બે આરોપીઓ મુનાફ ઉર્ફે ડોસો વોરા અને તોફિક ઉર્ફે અબ્બા પીંજારા છે. બંને આરોપીની સાણંદ-બાવળા રોડ પરથી ઈક્કો ગાડીના ૩ સાઈલેન્સર સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે ગાડી અને સાઈલેન્સર મળી ₹ 1.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીની પુછપરછમાં 20થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો. જેમા સાણંદ, અસલાલી, કલોલ, કડિ બારેજા, કઠલાલ સહિતના વિસ્તારોમા ગુનાને અંજામ આપ્યા હતા.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો આરોપીઓ એક સાઈલેન્સર ચોરી કર્યા બાદ તેમાથી 10 હજાર રૂપિયે કિલોના ભાવે વેચાતી પ્લેટીનિયમ વાળી માટીનું વેચાણ કર્યા બાદ તે સાઈલેન્સરને બીજી ગાડીમાં લગાવી દેતા હતા. અન્ય ગાડીના સાઈલેન્સરની ચોરી કરતા મુખ્ય આરોપી તોફિક અગાઉ પણ 24 જેટલા ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. પરંતુ જેલમાંથી બહાર આવી નવી ગેંગ બનાવી ફરી એક વખત ચોરીને અંજામ આપતો હતો.
આરોપીએ છેલ્લા એકજ વર્ષમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપ્યા હોવાનુ સામે આવ્યુ છે. મહત્વનુ છે કે ન માત્ર અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર વિસ્તાર પરંતુ અમદાવાદ શહેર માત્ર પણ સાઈલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. અગાઉ પણ સરખેજ પોલીસે એક ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી રાજસ્થાન કનેકશન ખુલ્લુ પાડ્યુ હતુ. તેમ છતા કિમતી ધાતુ માટે થતા સાઈલેન્સર ચોરાની ઘટના અટકી નથી. ત્યારે પોલીસ આ સાઈલેન્સર ચોરીને અટકાવામા ક્યારે સફળ થશે તે જોવુ રહ્યુ.\
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે