WTC final: મહામુકાબલા માટે સાઉથમ્પ્ટનમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડરે શરૂ કરી તૈયારી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલનો પ્રારંભ થવાનો છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયા સાઉથમ્પ્ટનમાં પહોંચી ગઈ છે.
Trending Photos
સાઉથેમ્પ્ટનઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ પહેલા ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અહીં પ્રેક્ટિસ શરૂ કરી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ 18 જૂનથી શરૂ થનાર ડબ્લ્યૂટીસીની ફાઇનલમાં આમને-સામને હશે. ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ ડબ્લ્યૂટીસી ફાઇનલ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ગુરૂવારે લંડન પહોંચી હતી. ડાબા હાથના આ ઓલરાઉન્ડરે ટ્રેનિંગ સેશનનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.
જ્યાં પુરૂષ ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કમર કસી રહી છે. તો મહિલા ટીમ વનડે અને ટી20 સિરીઝ પહેલા ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ રમશે. હેમ્પશાયર બાઉલમાં આઇસોલેશન શરૂ કરતા પહેલા ખેલાડીઓના ફરી કોરોના ટેસ્ટ થયા હતા. આઇસોલેશન દરમિયાન નિયમિત ટેસ્ટ કરવામાં આવશે. નેગેટિવ ટેસ્ટ બાદ ધીમે-ધીમે ખેલાડીઓને પ્રેક્ટિસની મંજૂરી મળશે. પહેલા નાના ગ્રુપમાં અને પછી મોટા ગ્રુપમાં અભ્યાસની મંજૂરી મળશે.
First outing in southampton🙌 #feelthevibe #india pic.twitter.com/P2TgZji0o8
— Ravindrasinh jadeja (@imjadeja) June 6, 2021
ઈંગ્લેન્ડના પ્રવાસે રવાના થતાં પહેલા રવિ શાસ્ત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે, લાંબા સમયમાં આ ફાઇનલમાં એક મેચની જગ્યાએ બેસ્ટ ઓફ થ્રી મુકાબલા રાખવા જોઈએ. તેમણે કહ્યું હતું- મને લાગે છે કે જો તે આ ટેસ્ટ ચેમ્પિયનશિપને લાંબા સમય માટે અપનાવવા ઈચ્છે છે તો ભવિષ્યમાં બેસ્ટ ઓફ થ્રી ફાઇનલ આદર્શ હશે.
ખુબ સુંદર છે વિરાટ કોહલીની Ex-Girlfriend Izabelle Leite, જુઓ તેની 10 સૌથી ગ્લેમરસ તસવીરો
મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ પહેલાથી ઈંગ્લેન્ડમાં છે. તે આ સમયે યજમાન સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. કીવી ટીમ ઈસીબીના બાયો બબલથી ડબ્લ્યૂટીસી ફાઇનલના બબલમાં 15 જૂને પ્રવેશ કરશે. સાઉથેમ્પ્ટન પહોંચ્યા પહેલા ખેલાડીઓના નિયમિત કોરોના ટેસ્ટ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે