પોઝિટિવ ન્યૂઝ : ગોંડલના પટેલ પરિવારના 8 સભ્યોએ કોરોનાને હરાવ્યો
Trending Photos
જયેશ ભોજાણી/ગોંડલ :સમગ્ર ભારત દેશમાં હાહાકાર મચાવતો કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યા છે. કોરોનાની બીજી ઘણા લોકોને કોરોના થયા બાદ પરિવારના અન્ય સભ્યો પણ ઝપેટે ચડી જાય છે. ત્યારે ગોંડલના એક પટેલ પરિવારના 9 સભ્યોમાંથી 8 લોકોને કોરોના થયો હતો. જેમાં 1 વર્ષના બાળકથી લઈ 88 વર્ષના વૃદ્ધા સુધી લોકો તમામ સભ્યો સંક્રમિત થયા હતા. પરંતુ 45 વર્ષથી ઉપરના ત્રણેય વડીલોએ વેક્સીન લઇ લીધી હોઈ તમામે કોરોનાને હરાવતા ખુશીની લહેર ફેલાઈ હતી
ગોંડલના રહેવાસી કુલદીપભાઈ વ્રજલાલ વીરપરિયા ગોંડલના રીબડા ખાતે કાસ્ટિંગની ફેક્ટરી ધરાવે છે. તેમના પરિવારમાં તેમના માતા જ્યોત્સ્નાબેન, પિતા વ્રજલાલ દાદી રંભાબેન (ઉંમર વર્ષ 88) પત્ની પાયલ પુત્ર શિવમ (ઉંમર વર્ષ 1) તેમજ તેમના બહેન અંકિતાબેન તથા તેમની બંને પુત્રી આર્યા, આધ્યા મળી કુલ 9 લોકોમાંથી 8 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા.
વેક્સીન લીધી હતી એટલે ક્રિટિકલ પરિસ્થિતિ ન થઇ
કુલદીપભાઈના જણાવ્યા અનુસાર, તેમના માતાને કોરોનાના લક્ષણો ન હતા, જ્યારે રાજકોટથી આવેલ બહેન આને બંને ભાણેજો સહિત મારા પરિવારમાં બધાને કોરોના થયો હતો. મારા માતા પિતા અને બાએ વેક્સીન લઇ લીધી હતી. માતાએ અને બાએ બંને ડોઝ લીધા છે, જ્યારે મારા પિતાએ એક જ ડોઝ લીધો છે. મારા બાની ઉમર 88 વર્ષ છે. કોરોના આવતા અમે સૌ મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ વેક્સીન કમલ કરી ગઈ અને સ્થિતિ ક્રિટિકલ થતા બચી છે અને ઘરે જ સારવાર લઇ આમે કોરોનાને હરાવ્યો છે.
વેક્સીનના બંને ડોઝ લીધા મારી જિંદગી બચી - રંભાબેન
મને 88 વર્ષ થયા છે, જ્યારથી કોરોનાનો પેસારો થયો છે ત્યારથી જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે. કોરોનાની બીજી લહેરમાં અનેકના પરિવારો વિખેરાય છે, ત્યારે મારા પરિવારને પણ કોરોના થતા મૂંઝાયા હતા. પરંતુ ઈશ્વરની કૃપાથી અમે સૌ સ્વસ્થ થયા છીએ. મેં કોરોના રસીના બંને ડોઝ લીધા છે. મને લાગે છે કે વેક્સીને જ મારી જિંદગી બચાવી હોઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે