Mamata Banerjee ના ભાઇ આશિમ બેનર્જીનું નિધન, કોરોના સંક્રમણ સામે લડી રહ્યા હતા જંગ

બંગાળ (West Bengal) માં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને 100થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે. 

Mamata Banerjee ના ભાઇ આશિમ બેનર્જીનું નિધન, કોરોના સંક્રમણ સામે લડી રહ્યા હતા જંગ

કલકત્તા: પશ્વિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) ના નાના ભાઇ આશિમ બેનર્જી (Ashim Banerjee) નું આજે નિધન થઇ ગયું છે. આશિમ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને કલકત્તાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલ (Medica Superspecialty Hospita) ના અધ્યક્ષ ડો. આલોક રોયએ આ જાણકારી આપી હતી. 

બંગાળ (West Bengal) માં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને 100થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે. 

પશ્વિમ બંગાળ (West Bengal) માં ગઇકાલે સૌથી વધુ 20,846 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને 10,94,802 થઇ ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે 136 લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા 12,993 થઇ ગઇ છે. જોકે રાજ્યમાં ગુરૂવારથી 19,131 લોકો સ્વસ્થ્ય થયા છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news