સરકારી ભરતી અંગે ખુશખબર: દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ આ જગ્યાઓ પર કરશે મોટી ભરતી

સર્વેયર મહેસુલની 412 જગ્યા પર ભરતી, સિનિયર સર્વેયરની 97 પર ભરતી, વર્ક આસિસસ્ટન્ટની 574 જગ્યા પર ભરતી, સર્વેયરની 60 જગ્યા પર ભરતી અને પ્લાનિંગ આસીસ્ટન્ટની 65 જગ્યા પર ભરતી થશે. 17 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે

સરકારી ભરતી અંગે ખુશખબર: દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ આ જગ્યાઓ પર કરશે મોટી ભરતી

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના યુવાનો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા યુવાનોને દિવાળી પહેલા ખુશીના સમાચાર આપ્યા છે. દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ મોટાપાયે ભરતી કરશે. જી હા...આ માટે ગૌણ સેવા પસંદગી મંડળે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સર્વેયર મહેસુલની 412 જગ્યા પર ભરતી, સિનિયર સર્વેયરની 97 પર ભરતી, વર્ક આસિસસ્ટન્ટની 574 જગ્યા પર ભરતી, સર્વેયરની 60 જગ્યા પર ભરતી અને પ્લાનિંગ આસીસ્ટન્ટની 65 જગ્યા પર ભરતી થશે. 17 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાવવાની શરુઆત થશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્ય સરકારમાં વર્ગ ૩ ની જગ્યાઓ ઉપર મોટાપાયે ભરતી થનાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કેલેન્ડરની જાહેરાત કરાઈ છે. કુલ 1100થી વધુ જગ્યાઓ ઉપર આ ભરતી કરાશે. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આ પરીક્ષા લેવાશે. જેમાં 210 માર્ક જેટલું પેપર રહેશે. ટેકનિકલ નોલેજ વાળા વિદ્યાર્થીઓ લેવાના હોવાના કારણે ટેકનિકલ પ્રશ્નો ઉપર વધુ ભાર મુકાશે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાયો
ગૌણ સેવા પસંદગી મંડળ ની તાંત્રિક બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક અને બિન તાંત્રિક પરિક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. હવેથી આ પરીક્ષા બે તબક્કામાં મંડળ દ્વારા લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં તાર્કિક ૩૦ અને ગાણિતીક ૩૦ પરીક્ષાની ૬૦ માર્કની પરીક્ષા લેવાશે. તો બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહો, ભાષાના ૩૦ માર્ક તથા સંબંધિત વિભાગો અને ઉપયોગિતાના 120 માર્કનું કુલ 150 માર્કનું પેપર રહેશે. બંને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. કુલ જગ્યાના બે ઘણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. ખોટા જવાબના નેગેટિવ માર્કિંગ પણ રહેશે. 

શૈક્ષણણિક લાયકાત
આઇ.ટી.આઇ. ડીપ્લોમાં ધોરણ ૧૦ કે ૧૨ પછીનો ટેકનીકલ સર્ટીફીકેટ એએ તેમજ સ્નાતક

પરીક્ષા : Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે. (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

ચાલુ એમ્બ્યુલન્સમાં સુરતના કપલની કામલીલા, એકબીજાને આલિંગન આપી ગંદી હરકતો કરી

અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.

(૧) Part-A માં કુલ ૬૦ પ્રશ્નો અને પાર્ટ-2 માં કુલ 150 પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો પુછવામાં આવશે. Part-A અને Paત- આ બન્ને માટે સંયુકત રીતે કુલ ૩ ક્લાક (૧૮૦ મિનિટ) નો સમય મળવાપાત્ર થશે.

(૨) Pat-A તથા પાર્ટ-2નું સ્વતંત્ર(અલાયદું) Quallying Standard રહેશે તથા બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની Pat-A તથા પાર્ટ-2 માં મેળવેલા કુલ ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.

(૩) ઉમેદવારોએ Pat-A તથા પાર્ટ-2માં મેળવેલ કુલ ગુણના આધારે કુલ જથ્થાના આશરે બે ગણા ઉમેદવારો અરજ ચકાસણી (Document Verification) ને પાત્ર થશે.

(4) Pat-A તથા પાર્ટ-2 ના કુલ ૨૧૦ ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે

(પ) જે-તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઇને સરારશ્રીની વખતોવખતની સૂચનાઓને અનુરૂપ મેરીટનું ધોરણ મંડળ નિયત કરી

(૬) એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્નનો જવાબ ન આપેલ હોય તો તેવા મંજોગોમાં ૦.૨૫ માર્ગ ઓછા કરવાના રહેશે એટલે કે નેગેટીવ માર્કીંગ પદ્ધતિ અપનાવવાની રહેશે. જવાબ આપવા માંગતા નથી" નો પાંચમો વિકલ્પ સખવાનો રહેશે પરંતુ જે ઉમેદવારે આ વિકલ્પ પસંદ કરેલ શ્રેય તે મંજોગોમાં નેગેટીવ માર્કીંગ ગણવાનું રહેશે નહી. એટલે કે ૦.૨૫ માર્ક્સ ઓછા કરવાના રહેશે નહીં.

by TaboolaSponsored LinksYou May Like
ICICI Pru Savings Plan + More Benefits
Smartkid with ICICI Prudential Smartlife
Add a ‘Dr.’ to your name
Golden Gate University
(૭) પ્રતિક્ષાયાદી તૈયાર કરવા બાબતે સરકારના પ્રવર્તમાન નિયમો લાગુ પડશે

(૮) જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત આપવામાં આવેલ હોય તે સંખ્યાને ધ્યાને લઈને તેમાં વિલ અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતતિક્ષાયાદી સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર તૈયાર કરવાની રહેશે.

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણવાયું કે, તાંત્રિક બિનતાંત્રિક વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના ભરતી નિયમો સાથે પરીક્ષા પદ્ધતિના નિયમો નક્કી થયા નથી તેવા સંવર્ગોની પરીક્ષા પતિ નિયત કરવામાં આવેલ હતી. વંચાણે લીધેલ ક્રમ-૨ ના પત્રથી ઉક્ત પરીક્ષા પધ્ધતિમાં સૂચવેલ અભ્યાસક્રમમાં સુધારો કરવામાં આવેલ હતો અને વંચાણે લીધેલ ક્રમ-૩ ના પત્રથી “કોમ્પયુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ નિયત કરવામાં આવ્યો હતો. હવે વંચાણે લીધેલ ક્રમ-૪ પરના પત્રથી હાલમાં લેવાનાર કેટલાક તાંત્રિક સંવર્ગોની ભરતીમાં બીજા તબક્કાની કમ્પ્યૂટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવામાં આવેલ છે.

વધુમાં, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબધ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂર્ણ થઇ શકે તેમજ પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઇ શકે તે હેતુથી પ્રવર્તમાન પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવાની અને પરીક્ષા પધ્ધતિનાં બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ટેસ્ટ રદ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતી માટે પરીક્ષા પધ્ધતિ અનુસરવાનું આથી ઠરાવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news