ગોંડલ- રીબડા બબાલમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઇને સરકાર એક્શનમાં! રિપોર્ટ તૈયાર કરવા આદેશ

રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના વિવાદમાં રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો હતો. જેમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઇને હવે સરકાર એકશનમાં આવી ગઈ છે. અનિરુદ્ધસિંહનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

ગોંડલ- રીબડા બબાલમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઇને સરકાર એક્શનમાં! રિપોર્ટ તૈયાર કરવા આદેશ

ગૌરવ દવે/રાજકોટ: ગોંડલ અને રીબડાના ક્ષત્રિય આગેવાનો વચ્ચે ચાલતી બાબલને લઈ સરકાર હરકતમાં આવી ગઈ છે. સરકારે કલેકટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી પહેલાથી ચાલતી બબાલ ચરમસીમાએ પહોંચી હતી. કલેકટર દ્વારા જિલ્લા પોલીસ વડાને રિપોર્ટ તૈયાર કરવા આદેશ અપાયો હોવાની માહિતી મળી રહી છે. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ કલેકટર રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલશે.

રીબડા અને ગોંડલ જુથ વચ્ચેના વિવાદમાં રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો હતો. જેમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઇને હવે સરકાર એકશનમાં આવી ગઈ છે. અનિરુદ્ધસિંહનું હથિયાર લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જિલ્લા પોલીસ વડાના રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સરકારને રિપોર્ટ સોંપાશે. 

ટિકિટ માટે બે જૂથ આમને-સામને હતા!
ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલો જૂથવાદ ચૂંટણી વખતે ગરમાયો પકડ્યો હતો. એક જમાનાના મિત્રો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાના પરિવારોને ટિકિટ મળે એ માટેના બનતા તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ આખરે એ જ થયું જે પાર્ટીએ વિચાર્યું હતું. 

અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનવાળું એક રીબડાનું જૂથ એક્ટિવ થયું હતું. બંને વચ્ચે ચાલી રહેલી ખેંચતાણમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કરેલા સમાધાનના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. ટિકિટ માટે ભાજપના બે જૂથ આમને-સામને આવી ગયા હતા. જોકે, ભાજપ મોવડી મંડળે અંતે ગોંડલ વિધાનસભા બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાને રિપીટ કર્યા હતા.

ગોંડલમાં ચૂંટણી વખતે બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચે ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી હતી. ચૂંટણી પંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારીથી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસના કેમ્પ ઉભા કરી દેવાયા હતા. આ ઉપરાંત SRP અને CRPFની અનેક કંપનીઓને તૈનાત કરાવવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news