Palanpur માં ગરીબોના ઘરે પહોંચે તે પહેલા જ સરકારી ગોડાઉનમાંથી ગયાબ અનાજનો જથ્થો

તમને જાણીને નવાઈ લાગશે કે, ગરીબોને મળતું અનાજ ગરીબોના ઘરે નહીં પરંતુ સરકારી ગોડાઉનમાંથી જ ગાયબ થઈ ગયું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1 કરોડ 91 લાખનો અનાજનો જથ્થો ગાયબ થઈ ગયો

Palanpur માં ગરીબોના ઘરે પહોંચે તે પહેલા જ સરકારી ગોડાઉનમાંથી ગયાબ અનાજનો જથ્થો

અલકેશ રાવ/ બનાસકાંઠા: તમને જાણીને નવાઈ લાગશે કે, ગરીબોને મળતું અનાજ ગરીબોના ઘરે નહીં પરંતુ સરકારી ગોડાઉનમાંથી જ ગાયબ થઈ ગયું. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી રૂપિયા 1 કરોડ 91 લાખનો અનાજનો જથ્થો ગાયબ થઈ ગયો. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધી તેના સહિત અન્ય બે શકમંદ લોકો સામે પોલીસે તપાસ હાથ ધરી છે.

સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનમાં કરોડો રૂપિયાની અનાજ પહોંચાડવામાં આવે છે. પરંતુ અનાજ ગરીબોના ઘર સુધી નહીં પરંતુ અનાજ માફિયાઓના ગોડાઉન સુધી પહોંચી રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના કલેકટરને મળેલી માહિતી મુજબ કલેકટરે જિલ્લાના મુખ્ય ગોડાઉન પર તપાસ ટીમ મોકલી હતી. જે તપાસ ટીમ દ્વારા તપાસ કરાતા સરકારી અનાજનો જથ્થો ગોડાઉનમાંથી ગાયબ દેખાયો. જેની સઘન તપાસ તથા 1 કરોડ 91 લાખની કિંમતનો ઘઉં અને ચોખાનો જથ્થો ગાયબ મળ્યો. જે મામલે જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી સુઘેન્દ્રસિંહ ચાવડાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

1 કરોડ 91 લાખ જેટલી માતબર રકમની સરકારી અનાજનો જથ્થો ગાયબ મળતા પુરવઠા વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. તપાસ પૂરી થતાં જ ગોડાઉન મેનેજર ટ્રાન્સપોર્ટ તેમજ ઓડિટર સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સરકારી અનાજના જથ્થા ઉચાપત મામલે આરોપીઓની શોધખોળ હાથધરી છે. ગરીબોના મોં સુધી પહોંચનાર સરકારી અનાજના કાળા બજારી લોકો ચાંઉ કરી ગયા છે. રેકર્ડ દસ્તાવેજના આધારે આટલી મોટી ઉચાપત સ્પષ્ટ થઇ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, આરોપીઓ સામે જિલ્લા કલેકટર PBM (પ્રિવેનશન ઓફ બ્લેક માર્કેટિંગ) સુધીની કાર્યવાહી કરે છે કે કેમ..?

કુલ અનાજની ઉચાપત:- 1 કરોડ 91 લાખ રૂપિયા
- 12776 બોરી ઘઉં,
- 6,38,788 કિલો ઘઉંનો જથ્થો, કિંમત:- 1,59,69,715 રૂપિયા

- 2473 બોરી ચોખા 
- 1,23,614 કિલો ચોખાનો જથ્થો, કિંમત:- 32,13,974 રૂપિયા

મુખ્ય આરોપી
- નાગજીભાઈ રોત (ગોડાઉન મેનેજર)

શકમંદો
- એમ બી ઠાકોર (ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર)

- વિશાલ પંચીવાલા (પ્રદિપ એસોસિયેટના પ્રતિનિધિ, ગોડાઉન રેકર્ડ ઓડિટ કરનાર)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news