હસમુખ પટેલની જાહેરાત : ડમી ઉમેદવારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે
Talati Exam Date : તલાટીની પરીક્ષાને પર મહત્વના સમાચાર......પરીક્ષા આપવા માટે સંમતિ પત્ર ભરવાનો સમય થયો પૂર્ણ....આગામી 7 મેના દિવસે યોજાશે તલાટીની પરીક્ષા....સંમતિ પત્ર ભરનાર પરીક્ષાર્થી જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે...
Trending Photos
Talati Exam Date : તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરાઈ છે. બિન જરૂરી વ્યય ન થાય તે માટે પૂર્વ મંજૂરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સંમતિ પત્ર બાબતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી કે, પરીક્ષા આપવા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, જે પણ ડમી ઉમેદવાર માટેની માહિતી આપશે તેની ઓળખ ગુપ્ત રાખીને અમે કાર્યવાહી કરીશું. તાજેતરમાં ભાવનગરમાંથી ડમી કૌભાંડ બાદ આ જાહેરાત કરાઈ છે.
આગામી 7 મેના દિવસે તલાટીની પરીક્ષા યોજાનાર છે. આ વિશે પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું કે, જેણે સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે. ત્યારે હવે પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સંમતિ પત્ર ભરનાર પરીક્ષાર્થી જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આગામી સપ્તાહમાં કોલ લેટર ઉમેદવારો માટે ડાઉનલોડ થઈ શકશે.
તેમણએ વધુમાં જણાવ્યું કે, પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી આ પરીક્ષા માટે કુલ ૮ લાખ ૬૫ ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવામાં આવ્યું છે. અગાઉ ૧૭ લાખ કરતાં ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, પણ ૮ લાખ ૬૫ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરવામાં આવશે. જો કે ઓળખ આપવી પડશે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
તલાટીની પરીક્ષામાં 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંપત્તિ પત્ર ભર્યા. ગણતરી કરીએ તો, 50 ટકા ઉમેદવારોએ પરીક્ષા ન આપવી હોવાથી સંપત્તિ પત્ર ન ભર્યા. હસમુખ પટેલે માહિતી આપતા કહ્યું કે, પરીક્ષા માટે A ગ્રેડ ના સારા કેન્દ્રો પસંદ કરવામા આવશે. નવી પહેલના કારણે પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં સરળતા રહેશે. પરીક્ષાર્થીઓ ઓછા થવાના કારણે મેન પાવર અને અન્ય સુવિધાઓની બચત થશે.
તો ડમી ઉમેદવાર સંદર્ભે હસમુખ પટેલે કહ્યું કે, ડમી ઉમેદવારો બાબતે બોર્ડને જે માહિતી મળશે તો ચોક્કસ પગલાંઓ લેવામાં આવશે. કોઈ પાસે ડમી ઉમેદવારની માહિતી હોય તે અમને આપે અમે કાર્યવાહી કરીશું. અમને જે માહિતી આપશે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. અધૂરી માહિતી હોય તો પણ અમને આપવા માટે વિનંતી છે. અને એ અધૂરી માહિતી પર પણ ચોક્સથી તપાસ કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે