વિધાનસભાની વાતઃ ઓલપાડમાં આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? શું ભાજપના ગઢમાં ગાબડુ પાડી શકશે AAP?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે હવે આચારસંહિતા લાગી ગઈ છે. જેને કારણે કેટલી નિયત મર્યાદાઓમાં રહીને હવે રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. એવામાં કેટલીક સીટો એવી છે જ્યાં વર્ષોથી ભાજપનું રાજ છે. આવી જ એક બેઠક છે ઓલપાડ. વિધાનસભાની વાતમાં જાણો ઓલપાડની વાત...
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓલપાડ વિધાનસભા બેઠક પર આ વખતે ભાજપ અને AAP વચ્ચે સીધો જંગ ખેલાઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન સક્રિય હતું ત્યારે પણ ભાજપે આ પાટીદાર બાહુલ્ય બેઠકને જાળવી રાખી હતી. સુરતની અન્ય બેઠકોની જેમ જ ઓલપાડ બેઠક પણ ભાજપનો ગઢ છે. 1990થી એટલ કે સાત ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે. અત્યાર સુધી અહીં મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેતો હતો, જો કે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. એટલે આ વખત ત્રિપાંખિયો જંગ ખેલાશે.
ઓલપાડ બેઠકનાં જાતિગત સમીકરણ:
સુરત શહેરથી કિમ જતા માર્ગ પર આવેલા ઓલપાડ તાલુકામાં 3.59 લાખ જેટલા મતદારો છે, જેમાંથી 1.91 લાખ પુરૂષ અને 1.67 લાખ મહિલા મતદારો છે. આ બેઠક પર મૂળ સુરતી મતદારોનું પ્રભુત્વ છે. મતદારોનું જ્ઞાતિવિષયક વિભાજન જોઈએ તો કોળી પટેલ અને પાટીદાર મતદારો અહીં નિર્ણાયક છે. કોળી સમુદાયમાં પણ તળપદા કોળીઓની વસ્તી વધુ છે. ઓલપાડ બેઠક પર 80 હજાર કોળી પટેલ, 60 હજાર પાટીદાર મતદારો, 53 હજાર મુસ્લિમ તેમજ 35 હજાર જેટલા ઓબીસી મતદારો છે.
રાજકીય સમીકરણો:
ભાજપનાં મુકેશ પટેલ છેલ્લી બે ટર્મથી ઓલપાડથી ચુંટાઈ રહ્યા છે. 2017માં તેમણે 61,578 મતોની સરસાઈથી કોંગ્રેસનાં યોગેન્દ્રસિંહ બાકરોલાને હરાવ્યા હતા. કોંગ્રેસ છેલ્લે 1985માં આ બેઠક પર જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો.
AAPનો ઉમેદવાર નક્કી?
આમ આદમી પાર્ટીએ હજુ ઓલપાડમાં ઉમેદવાર જાહેર નથી કર્યો. જો કે એવી ચર્ચા છે કે આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયાને ઓલપાડથી ચૂંટણી લડાવી શકે છે. પાટીદાર મતદારો નિર્ણાયક હોવાથી AAP અલ્પેશ કથીરિયા પર દાવ લગાવી શકે છે. જો કે ભાજપ ઉમેદવાર બદલે છે કે રીપિટ કરે છે, તેના પર પણ ઘણો આધાર છે.
વર્ષ વિજેતા ઉમેદવારનુ નામ પક્ષ
2017 મુકેશ પટેલ BJP
2012 મુકેશ પટેલ BJP
2007 કિરીટ પટેલ BJP
2002 ધનસુખ પટેલ BJP
1998 ધનસુખ પટેલ BJP
1995 ભાગુભાઈ પટેલ BJP
1990 ભાગુભાઈ પટેલ BJP
ઓલપાડ બેઠક પર લોકોની સમસ્યાઓ:
અરબી સમુદ્રને અડીને આવેલા ઓલપાડમાં ગેરકાયદેસર ધમધમતા ઝિંગા તળાવની મોટી સમસ્યા છે. છાશવારે ઝિંગા તળાવ સામે લોકો વિરોધ નોંધાવે છે. ઓલપાડમાં ઉદ્યોગોની હાજરી ઘણી ઓછી છે. જેના કારણે યુવાનોએ રોજગારી માટે બહાર જવું પડે છે. ગંદકી અને અને ગટરની સમસ્યા પણ એક મોટો મુદ્દો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે