સયાજીગંજ બેઠક ભાજપનો ગઢ, વડોદરાના મેયર વિપક્ષના નેતા સામે જંગ જીતશે કે હારશે?

Gujarat Elections 2022 : ભાજપનો ગઢ એવી આ બેઠક પર કોંગ્રેસે કોર્પોરેશનમાં નેતા વિપક્ષ અમીબેન રાવતને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે શહેરના મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે

સયાજીગંજ બેઠક ભાજપનો ગઢ, વડોદરાના મેયર વિપક્ષના નેતા સામે જંગ જીતશે કે હારશે?

Gujarat Elections 2022 : રાજ્યની કેટલીક વિધાનસભા બેઠકો પર બે કે તેથી વધુ પક્ષો વચ્ચે કાંટાની ટક્કર છે. તેમાંથી એક છે વડોદરા શહેરની સયાજીગંજ બેઠક. શહેરના હાર્દ સમા વિસ્તારોને આવતી લેતી આ બેઠક પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બે પદાધિકારીઓ સામસામે છે. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંનેને ઉમેદવારની પસંદગી માટે ફાંફા પડી ગયા હતા. તેમાં ભાજપ છેલ્લી ઘડી સુધી નામ નક્કી કરી શકી ન હતી. ત્યારે કેવા છે અહીંના સમીકરણો જોઈએ આ અહેવાલમાં.
 
વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. ભાજપનો ગઢ એવી આ બેઠક પર કોંગ્રેસે કોર્પોરેશનમાં નેતા વિપક્ષ અમીબેન રાવતને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે શહેરના મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે.

ભાજપનાં જિતેન્દ્ર સુખડિયા સયાજીગંજથી સતત ચાર ટર્મ સુધી જીત્યા છે, જો કે આ વખતે ભાજપે નવા ઉમેદવાર પર પસંદગી ઉતારી છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જીતીને સક્રિય રાજકારણમાં પ્રવેશેલા કેયુર રોકડિયા સામે કોંગ્રેસનો અનુભવી ચહેરો છે, જેઓ શહેરનાં મુદ્દા જોરશોરથી ઉપાડતા રહે છે..

સયાજીગંજ આમ તો ભાજપનો ગઢ છે, પણ અહીં આ વખતે જંગ બે ચહેરા વચ્ચે પણ ખેલાઈ રહ્યો છે. કોંગ્રેસેની સાથે અમીબેન રાવતની પણ પરીક્ષા છે. તેમને વિધાનસભામાં પોતાની જીતનો વિશ્વાસ છે, તો સામે સામે કેયુર રોકડિયા પણ પોતાની જીતનો દાવો કરે છે. 

2012 સુધી સયાજીગંજ વડોદરા શહેરની સૌથી મોટી બેઠક હતી. જો કે નવા સીમાંકન બાદ બેઠકનો અમુક વિસ્તાર છૂટો પડ્યો અને તેમાંથી અકોટા બેઠક અસ્તિત્વમાં આવી. આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે તેના વિસ્તારોમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ફતેગંજ લાલ ચર્ચ, એલેમ્બિક કંપની, રેલવે સ્ટેશન, ગોરવા જીઆઇડીસી, ગેરી અને સયાજી બાગ જેવા જાણીતા વિસ્તારો આવે છે. 

આ બેઠકનાં સામાજિક સમીકરણો જોઈએ તો GFXIN ત્રણ લાખ મતદારોમાં ઉત્તર ભારતીયો, પાટીદાર અને મુસ્લિમ મતદારોની મોટી સંખ્યા છે. જો કે ઓબીસી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. અહીંના જાતિગત સમીકરણો ભાજપને ફળતા આવ્યા છે, તેનું જ પરિણામ છે કે 1995થી અત્યાર સુધી ભાજપે સતત પાંચ વખત આ બેઠક જીતી છે. 

2017માં અમીબેનનાં પતિ નરેન્દ્ર રાવત સયાજીગંજથી કોંગ્રેસનાં ઉમેદવાર હતા, જો કે તેઓ ભાજપનાં જીતેન્દ્ર સુખડિયા સામે 59 હજાર મતથી હાર્યા હતા. ત્યારે હવે જોવુ એ રહેશે કે અમીબેન રાવત કોંગ્રેસને જીત અપાવે છે કે પછી ભાજપ પોતાનો ગઢ જાળવી રાખે છે.

Trending news