Gujarat Elections 2022 : લોકશાહીના પર્વ માટે મતદાન શરૂ, મતદાન બૂથ ખૂલતા જ મતદારોની લાઈનો લાગી

Gujarat Elections 2022 : ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન શરૂ.. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં સાંજના 5 વાગ્યા સુધી મતદારો કરી શકશે મતદાન

Gujarat Elections 2022 : લોકશાહીના પર્વ માટે મતદાન શરૂ, મતદાન બૂથ ખૂલતા જ મતદારોની લાઈનો લાગી

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન પહેલા જ ગુજરાતના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો મતદાન મથક ખૂલે તે પહેલા જ ગામડાઓમાં મતદારો પહોંચી ગયા હતા. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે. ગઈકાલે જ વિવિધ મતદાન મથકો પર EVM પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ચૂંટણીના મહાપર્વમાં કોઈ વિધ્ન ન આવે તે માટે મતદાન મથકો પર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

આજે ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રથમ તબક્કાની 89 બેઠક પર આજે મતદાન થશે. 19 જિલ્લાની 89 બેઠક પર મતદારો મતદાન કરશે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર આજે મતદાન શરૂ થયુ છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે, તો સાથે વોટિંગ માટે મતદાન મથકો પણ ખૂલી ગયા છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14 હજાર 382 મતદાન મથક સ્થળો પર કુલ 25 હજાર 430 મતદાન મથકોમાં લોકો મતદાન કરશે. 

લોકશાહીના પર્વમાં 2 કરોડ 39 લાખ, 76 હજાર 670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે
1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે.
1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે.

લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ. 19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો 

19 જિલ્લામાં કયા જિલ્લાની કેટલી બેઠકો પર મતદાન થશે તેની વાત કરીએ તો... 
કચ્છ જિલ્લાની 6 બેઠક....
સુરેન્દ્રનગર જિલ્લાની 5 બેઠક..
મોરબી જિલ્લાની 3 બેઠક..
રાજકોટ જિલ્લાની 8 બેઠક...
જામનગર જિલ્લાની 5 બેઠક...
દેવભૂમિ દ્વારકાની 2 બેઠક...
પોરબંદર જિલ્લાની 2 બેઠક..
જૂનાગઢ જિલ્લાની 5 બેઠક..
ગીર સોમનાથ જિલ્લાની 4 બેઠક ...
અમરેલી જિલ્લાની 5 બેઠક..
ભાવનગર જિલ્લાની 7 બેઠક..
બોટાદ જિલ્લાની 2 બેઠક..
નર્મદા જિલ્લાની 2 બેઠક...
ભરૂચ જિલ્લાની 5 બેઠક..
સુરત જિલ્લાની 16 બેઠક..
તાપી જિલ્લાની 2 બેઠક..
ડાંગ જિલ્લાની 1 બેઠક..
નવસારી જિલ્લાની 4 બેઠક..
વલસાડ જિલ્લાની 5

આ દિગ્ગજોની હારજીત પર સૌની નજર
તો પ્રથમ તબક્કામાં ક્યાં દિગ્ગજ નેતાઓ પર સૌની નજર રહેશે તેની વાત કરીએ તો જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ, જામનગર ઉત્તરમાં ભાજપના રિવાબા જાડેજા,જામજોધપુરમાં ભાજપના ચીમન સાપરિયા, ખંભાળિયામાં ભાજપના મૂળુ બેરા, ખંભાળિયામાં કોંગ્રેસના વિક્રમ માડમ, ખંભાળિયામાં આપના ઈસુદાન ગઢવી, દ્વારકામાં ભાજપના પબુભા માણેક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news