Gujarat Elections 2022 : મતદાન દિવસ માટે મોદી-શાહ, કેજરીવાલે લોકોને કરી ખાસ અપીલ, કહ્યું કે...

Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે... 89 બેઠકો પર આજે થશે મતદાન.. ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો..

Gujarat Elections 2022 : મતદાન દિવસ માટે મોદી-શાહ, કેજરીવાલે લોકોને કરી ખાસ અપીલ, કહ્યું કે...

Gujarat Elections 2022 : પાંચ વર્ષ બાદ આજે ગુજરાતના આંગણે લોકશાહીનો પર્વ આવ્યો છે. દરેક વ્યક્તિ જે મતદાન કરી શકે છે તેનામાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એ વોટર્સ જે પહેલીવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે. દરેક રાજકીય પક્ષો પોતાના માટે મતદાન કરવા પ્રચાર કરી ચૂક્યા છે. પરંતું લોકશાહીમાં દરેકનો મત જરૂરી છે, તેથી મતદાન અવશ્ય કરવુ જોઈએ. એક ભારતીય નાગરિક તરીકે લોકશાહીમાં તમારો એક મત પણ કિંમતી છે. એક મત બાજી જીતી શકે છે, અને બગાડી પણ શકે છે. આવા અસંખ્ય દાખલા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા અપીલ કરી છે. 

PM મોદીએ ટ્વીટ કરી
મતદાનની થોડી ક્ષણો પહેલા પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી કે, આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.

અમિત શાહની મતદાનની અપીલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના લોકોને વધુ મતદાન માટે અપીલ કરી છે. અમિત શાહે કહ્યું કે, વિકાસ યાત્રાને ચાલુ રાખવા વધુ મતદાન કરો. છેલ્લા 2 દશકમાં ગુજરાત વિકાસ અને શાંતિનું પર્યાય બન્યું છે. ત્યારે દરેક ભારતીયને ગુજરાત પર ગર્વ છે.

કેજરીવાલે વોટ આપવાની અપીલ કરી
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં લોકોને મતદાન કરવા અપીલ કરે છે. તેમણે કહ્યું કે, ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ - "તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો.
 

આજે ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન થશે. કુલ 19 જિલ્લાની 89 બેઠક પર મતદારો મતદાન હાથ ધરાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં છે. વોટિંગ માટે મતદાન મથકો તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news