ગુજરાતની કંપનીએ બનાવેલા આઈ ડ્રોપથી શ્રીલંકામાં 30 લોકોની આંખો બગડી, મોટો આરોપ

Gujarat Manufactured Eye Drops Caused Infection in Sri Lanka : શ્રીલંકામાં 30 લોકોને આંખમાં ઈન્ફેક્શન, ગુજરાતની દવા કંપનીએ બનાવ્યા હતા આ આઈ ડ્રોપ... 
 

ગુજરાતની કંપનીએ બનાવેલા આઈ ડ્રોપથી શ્રીલંકામાં 30 લોકોની આંખો બગડી, મોટો આરોપ

Pharmaceutical industry : ગુજરાત ફાર્માસ્યુટીકલ હબ કહેવાય છે. ગુજરાતમાં અનેક ફાર્માસ્યુટીકલ કંપનીઓ આવેલી છે, જેઓ વિદેશમાં દવા એક્સપોર્ટ કરે છે. ત્યારે ભારતમાં બનેલી દવાના સેમ્પલ હવે દુનિયાના અનેક દેશોમાં ફેલ સાબિત થઈ રહ્યાં છે. ગુજરાતની એક દવા કંપનીએ બનાવેલા આઈ ડ્રોપથી શ્રીલંકામાં 30 લોકોને ઈન્ફેક્શન થયું છે. ગુજરાતની કંપની ઈન્ડિયાના ઓપ્થેલમિક્સ દ્વારા બનાવવામાં આવેલા આઈ ડ્રોપના કારણે 30 જેટલા લોકોને આંખોમાં ઈન્ફેક્શન થયુ હોવાનો આરોપ લગાવાયો છે.

આ બાબતે ઉહાપોહ થયા બાદ ભારતની ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કાઉન્સિલે પણ કંપનીને નોટિસ આપી છે અને કંપની પાસે બે દિવસમાં તપાસ કરીને સ્પષ્ટતા કરવા માટે આદેશ આપ્યો છે. બીજી તરફ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન કંપની દ્વારા બનાવવામાં આવતા આઈ ડ્રોપ્સની ગુણવત્તાની તપાસ પણ શરૂ કરી દીધી છે.

આ બાબતની દેશમાં ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે. કારણ કે, આવુ પહેલીવાર નથી થયુ કે ભારતમાં બનાવેલી દવાના સેમ્પલ વિદેશમાં ફેલ ગયા હોય. આ વર્ષમાં ચોથીવાર આ પ્રકારની ફરિયાદ ઉઠી છે. આ વર્ષમાં અનેકવાર ભારતીય કંપનીઓએ બનાવેલી દવાની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.

બીજી તરફ, ગુજરાતની આ કંપનીએ પોતાના આઈ ડ્રોપ્સમાં ગુણવત્તાને લઈને કોઈ સમસ્યા નહીં હોવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવુ છે કે, અમારી દવામાં કોઈ ખામી નથી. 

સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની ફાર્માએક્સલ એજન્સીએ આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. એજન્સીએ જણાવ્યું કે, કંપની તરફથી ખરાબ આઈ ડ્રોપના સપ્લાયના કારણે ભારતના સમગ્ર ફાર્મા ઉદ્યોગની ઈમેજ ખરાબ થઈ છે અને તેના કારણે ભારતીય કંપનીઓની એક્સપોર્ટ પર અસર પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news