Cyclone Biparjoy Update: ગુજરાતના 3 જિલ્લામાં પૂરનું જોખમ, રાજ્યમાં સેનાએ સંભાળ્યો મોરચો

Cyclone Biparjoy Update: ગુજરાતના 3 જિલ્લામાં પૂરનું જોખમ, રાજ્યમાં સેનાએ સંભાળ્યો મોરચો

ગુજરાતના કચ્છા જિલ્લામાં જખૌ બંદર નજીક શક્તિશાળી વાવાઝોડું બિપરજોયના સંભવિત આગમનના બે દિવસ પહેલા અધિકારીઓએ મંગળવારે કાંઠા વિસ્તારોમાંથી લગભગ 30,000 જેટલા લોકોને અસ્થાયી આશ્રય સ્થળોએ ખસેડ્યા. અત્યંત ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાઈ ચૂકેલું બિપરજોય ચક્રવાત 15 જૂનના રોજ બપોરની આજુબાજુ તે સૌરાષ્ટ્ર-કચ્છ તથા તેની નજીક આવેલા પાકિસ્તાનના કાંઠા વિસ્તારોથી પસાર થઈ શકે છે. 

આઈએમડી મુજબ ઉત્તર પૂર્વ અને આજુબાજુના પૂર્વ મધ્ય અરબ સાગરમાં સમુદ્રની સ્થિતિ અભૂતપૂર્વ (10થી 14 મીટર સુધી ઊંચી લહેરો ઉઠી શકે છે) છે. હવામાન ખાતાએ 15 જૂન સુધી ઓઈલ ગતિવિધિ, જહાજની અવરજવર અને માછીમારી સહિત તમામ ગતિવિધિઓને સંપૂર્ણ રીતે સ્થગિત કરવાની ભલામણ કરી છે. હવામાન ખાતાએ દુનિયામાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગિર  રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય પ્રસિદ્ધ સ્થળો જેમ કે સોમનાથ મંદિરમાં સ્થિતિની નીકટતાથી નિગરાણી કરવાની ભલામણ કરી છે. 

— India Meteorological Department (@Indiametdept) June 14, 2023

સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ
હવામાન ખાતા (IMD)એ સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારો માટે રેડ અલર્ટ જાહેર કર્યું છે. હાલ આ વાવાઝોડું બિપરજોય અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર, દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર છે. જે 15 જૂને સાંજે જખૌ બંદર પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. 

145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે, ભારે નુકસાન થઈ શકે
આઈએમડી મુજબ રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં 15 જૂનના રોજ 145 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ભારે હવા અને વરસાદથી ઊભા પાક, ઘરો, રસ્તાઓ, વીજળી અને સંચારના થાંભલાને ભારે નુકસાન થઈ શકે છે અને પાણી નિકાલના માર્ગોમાં પૂરની સ્થિતિ પેદા થઈ શકે છે. 

કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદથી પૂરની શક્યતા
આઈએમડી મુજબ ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લાઓમાં 13થી 15 જૂન સુધીમાં 20 સેન્ટીમીટરથી વધુ વરસાદ થઈ શકે છે. તેમણે ચેતવતા કહ્યું કે અમને આશ્ચર્ય નહીં થાય જો આ વિસ્તારોમાં 25 સેમીથી વધુ વરસાદ નોંધાય. સામાન્ય રીતે વર્ષના આ સમયમાં આટલો ભારે વરસાદ પડતો નથી આથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે. 

15 જૂને જખૌ બંદર પાસે સૌરાષ્ટ્ર બંદર પાસે સૌરાષ્ટ્ર તથા કચ્છના કાંઠા પાસેથી પસાર થાય તેવી શક્યતા છે. આ દરમિયાન વધુમાં વધુ  150 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીએ કહ્યું કે ચક્રવાત બિપરજોયથી વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. 

લગભગ 95 ટ્રેનો રદ
પશ્ચિમ રેલવેએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ગુજરાતના બિપરજોય પ્રભાવિત વિસ્તારોથી દોડનારી, ત્યાં જનારી લગભગ 95 જેટલી ટ્રેનો 15 જૂન સુધી રદ કે શોર્ટ ટર્મિનેટેડ રહેશે. આ અગાઉ સોમવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ કહ્યું હુતં કે અમે ચક્રવાત બિપરજોયની સતત નિગરાણી કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news