વિકાસશીલ ગુજરાત સરકાર ટકાઉ બ્રિજ આપવામાં નિષ્ફળ, નવા બ્રિજ 20 વર્ષ પણ માંડ ચાલે છે
Gujarat Bridge Collapse : માર્ગ-મકાન વિભાગ હસ્તકના 33 ટકા બ્રિજ જોખમી: સરવે ગુણવત્તા સાથે બાંધછોડના કારણે આયુષ્ય ઘટ્યું... હલકી ગુણવત્તાને કારણે 32 માંથી 11 પુલ અત્યાર જ જર્જરિત થયા
Trending Photos
Gujarat Government : હાલ ગુજરાતમાં વિકાસ કરતા ગુજરાતના રસ્તાઓ પરના ખાડા અને જર્જરિત બ્રિજ વધુ ચર્ચામાં છે. રાજ્યમાં નવા બ્રિજ પણ ઢળી પડે છે. આવામાં જૂના બ્રિજની તો વાત જ શુ કરવી. મોરબી દુર્ઘટના બાદ ગુજરાતભરના પુલોનો હેલ્થ રિપોર્ટ કાઢવામાં આવ્યા. જેમાં સામે આવ્યું કે, 100 વર્ષની આવરદાના બ્રિજ પણ 20 વર્ષમા ખખડધજ થઈ ગયા છે. હલકી ગુણવત્તાને કારણે 32 માંથી 11 પુલ અત્યાર જ જર્જરિત હાલતમાં આવી ગયા છે.
મોરબી બાદ પુલોની તપાસ કરાઈ
જિલ્લામાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ ઉપર કુલ 34 મોટા પુલ બનાવાયા છે. મોરબીની દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રે પુલની સ્થિતિ અંગે સરવે કર્યો હતો, જેમાં 34માંથી 11 પુલ જર્જરિત હોવાની વિગતો મળી હતી.
20થી 30 વર્ષમાં જ પુલ જર્જરિત બને છે
આ રિપોર્ટમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું છે. સરકારે જનતાને આપેલા નવા બ્રિજ પણ જુના જેવા થઈ ગયા છે. નવા પુલ બને ત્યારે તેનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ જેટલું ગણવામાં આવે છે પરંતુ તેના નિર્માણમાં ઉતરતી ગુણવત્તાના મટીરિયલ્સ અને બેદરકારીના કારણે તે 20થી 30 વર્ષમાં જ જર્જરિત બની જાય છે.
પુલનું આયુષ્ય ઘટી ગયું
રિપોર્ટમાં જાણવા મળ્યું કે, માર્ગ મકાન વિભાગ હસ્તકના 33 ટકા બ્રિજ હાલ જોખમી બન્યા છે. તેનુ કારણ નબળી ગુણવત્તા છે. કામકાજમાં કરાયેલી બાંધછોડને કારણે પુલ જર્જતિત બન્યા છે. આ કારણે જ તેનું આયુષ્ય પણ ઘટી ગયું છે. જે પુલ 100 વર્ષ ચાલવા જોઈએ, તે 20 વર્ષમાં જ જર્જરિત થઈ ગયા.
આ પાછળ એક્સપર્ટસે કેટલાક કારણો રજૂ કર્યા છે. એક્સપર્ટસનું કહેવુ છે કે, જમીનની ગુણવત્તાની તપાસ ન કરવી, સ્લેબ કેવી રીતે ભરવા આ બધી બાબતો પર ધ્યાન ન આપવાથી પુલ નબળા પડે છે. આ ઉપરાંત સિમેન્ટની ગુણવત્તા અને તેનું પ્રમાણ પણ ઓછું વધતુ હોય ત્યારે પણ પુલની ગુણવત્તા પર અસર પડી શકે છે. સિમેન્ટની સ્ટ્રેન્થ 50 ટકા થઈ જાય તો પુલની આવરદા ઘટી શકે છે.
રાજ્યના 30 ડેમોની આવરદા 100 વર્ષ કરાતા વધુ થઈ
ગુજરાતના આ 30 ડેમોની આવરદા 100 વર્ષ કરાતા વધુ થઈ છે. છતાં આ ડેમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નાના-મોટા થઈને કુલ 620 ડેમો છે, જેમાં 217 ડેમો 50 વર્ષ જૂના અને 30 ડેમો 100 વર્ષ કરતા વધારે જૂના છે. આ ડેમોને 100 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં આ ડેમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડેમોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ ડેમોનો ઉપયોગ આગામી દિવસોમાં જોખમી પુરવાર થઈ શકે છે. ગુજરાતના એવાં 30 ડેમ જેની 100 વર્ષની આવરદા થઇ ગઇ છે પૂર્ણ, છતાં ઉપયોગ ચાલુ રાખવો કેટલું હિતાવહ!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે