ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત

BJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું

ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાત

Yamal Vyas President Of 4th Finance Commission : ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. ભાજપના મુખ્ય પ્રવક્તાને લોટરી લાગી છે. યમલ વ્યાસને ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. જેને પગલે ભાજપ મુખ્ય પ્રવક્તા માટે કોઈ નવા નેતાને જવાબદારી સોંપી શકે છે. નાણાપંચનું અધ્યક્ષ પદ એ બંધારણીય હોદ્દો હોવાથી વ્યાસે ભાજપના પ્રવક્તા પદેથી રાજીનામું આપવું પડશે. જણાવી દઈએ કે, જ્યારે 16 મું નાણાપંચ ગુજરાત આવ્યું હતું ત્યારે ભાજપ પક્ષ તરફથી યમલ વ્યાસ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાણાપંચ બાબતે સરકાર સક્રિય ન હતી. જેના પગલે છેલ્લા પાંચ વર્ષથી આ પદ ખાલી હતું. અગાઉ ભરત ગરીવાલ નાણા પંચના અધ્યક્ષ હતાં. નાણાપંચની રચનાને લઈને તાજેતરમાં આ મામલે સરકારમાં ચર્ચા થઈ હતી. આ નિમણૂક બાદ રાજ્ય સરકારની પેન્ડિંગ કરોડોની ગ્રાન્ટને મંજૂરી મળી શકે છે.  ગુજરાતનાં ચીફ સેક્રેટરી રાજકુમાર (Rajkumar) દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી (Gandhinagar) આપવામાં આવી છે. નાણાપંચ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. 15માં નાણાપંચની તાજેતરની મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજ્યને ચેતવણી આપવામાં આવી હતી, જે બાદ હવે રાજ્ય સરકાર તાત્કાલિક નાણાપંચ રચવાની તૈયારી કરી દીધી છે. 

Add Zee News as a Preferred Source

કોણ છે યમલ વ્યાસ
યમલ વ્યાસ 2011થી 2015 દરમિયાન ગુજરાત રાજ્યના ત્રીજા નાણા પંચના સભ્ય રહી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ ચાર્ટડ એકાઉનન્ટ છે. ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાના સેન્ટ્રલ કાઉન્સિલ પર સરકારના નોમિની રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ગુજરાત રાજ્યની નાણાકીય સેવાઓ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ હતાં. આમ એમની સફળ કારકીર્દી અને ભાજપના પ્રવક્તા તરીકેની કામગીરીએ તેમને બંધારણીય પદ અપાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news