ભાજપ-આપનું શિક્ષણ વોર : કેજરીવાલના વિકાસના મોડલના દાવાની પોલ ખોલવા દિલ્હી પહોંચી ગુજરાતની ટીમ

AAP Vs BJP On Education : શિક્ષણ મોડલને લઈ ભાજપ-આપ વચ્ચે ગરમાયુ રાજકારણ... દિલ્હી મુલાકાતે પહોંચેલા ભાજપના ડેલિગેશનનું આપ ધારાસભ્યો કરશે સ્વાગત... ગુજરાતના ડેલિગેશનને દિલ્હીની સ્કૂલ, ક્લિનિક અને રોડ રસ્તાઓ બતાવશે... 

ભાજપ-આપનું શિક્ષણ વોર : કેજરીવાલના વિકાસના મોડલના દાવાની પોલ ખોલવા દિલ્હી પહોંચી ગુજરાતની ટીમ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :કેજરીવાલ સરકારના દિલ્હી મોડલના દાવાને પોકળ સાબિત કરવા માટે ભાજપની ટીમ દિલ્હી પહોંચી છે. કેજરીવાલની સતત ગુજરાત યાત્રા વચ્ચે ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ આજે દિલ્હીની મુલાકાતે પહોંચ્યુ છે. બે દિવસ સુધી આ ડેલિગેશન દિલ્હી રોકાઈને કેજરીવાલ સરકારની કામગીરીનું નીરિક્ષણ કરશે અને કેજરીવાલના શિક્ષણ અને મહોલ્લા ક્લીનિકના દાવાની પોલ ખોલશે. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયુ છે. આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી કે તેઓ ભાજપની ટીમનુ સ્વાગત કરશે અને  ભાજપના પ્રતિનિધિ મંડળ જે વિસ્તારમાં કહેશે તેમને તે વિસ્તારમાં આ ધારાસભ્યો સાથે રહીને માહિતી આપશે. સાથે જ આપ પાર્ટીએ કહ્યુ કે, જો તેઓ ગુજરાતમા આવે તો આ જ રીતે ભાજપ પણ તેમનુ સ્વાગત અને નિરીક્ષણ કરાવે તેવુ તેઓ ઈચ્છે છે. 

બે દિવસ દિલ્હીનુ નિરીક્ષણ કરશે 
ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્લીની મુલાકાતે પહોંચી ગયુ છે. આ પ્રતિનિધિ મંડળમાં સાંસદ સહિત વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. 2 દિવસ દિલ્લહીમાં રહી કેજરીવાલની કામગીરીના દાવા જોશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલના દાવા કરી ચૂક્યા છે, ત્યારે ભાજપની ટીમ દિલ્હીની સુવિધાઓનુ નિરીક્ષણ કરશે. અને જો કેજરીવાલનો દાવો ખોટો નીકળશે તો ગુજરાત પરત આવીને દાવાની પોલ ખોલશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 28, 2022

પ્રતિનિધિ મંડળમાં કોણ કોણ સામેલ
જે 17 સભ્યો દિલ્લી ગયા છે, તે ટીમમાં ભાજપની મીડિયાા ટીમ, પૂર્વ મંત્રીઓ અને વિશ્લેષકોનો સમાવેશ કરાયો છે. આ ટીમ 2 દિવસ દિલ્હીમાં રહીને દિલ્હીની સ્કૂલો, મહોલ્લા, ક્લિનિક અને રોડ રસ્તા બાબતે જાત તપાસ કરશે. ગુજરાત ભાજપના નેતાઓ કેજરીવાલની કામગીરીનું નિરીક્ષણ કરવા ઉપરાંત પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટા પણ જોવા જશે.

No description available.

કોણ કોણ દિલ્હી ગયું 

  • રમણ વોરા
  • અમિત ઠાકર
  • ડો.અનિલ પટેલ
  • મહેશ કસવાલા
  • યજ્ઞેશ દવે
  • જ્યોતિબેન
  • શિક્ષણવિદ સહિત 2 રાજકીય નિષ્ણાંત  

આપે સ્વાગતની જાહેરાત કરી
ભાજપની ટીમ દિલ્હી પહોંચતા જ આપ પાર્ટીએ જાહેરાત કરી કે, દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળનું AAP ધારાસભ્યો સ્વાગત કરાશે. તેમના સ્વાગત માટે 5 ધારાસભ્યોની નિમણૂંક કરાઈ છે.  AAPના 5 ધારાસભ્યોની ટીમ ભાજપના નેતાઓને દિલ્હી મોડલ બતાવશે. આ માટે આતિશી, સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, કુલદીપ કુમાર અને ગુલાબ સિન્હાની ટીમ બનાવાઈ છે. આ તમામ 5 ધારાસભ્યો ભાજપના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરશે અને ભાજપના પ્રતિનિધિ મંડળ જે વિસ્તારમાં કહેશે તેમને તે વિસ્તારમાં આ ધારાસભ્યો સાથે રહીને માહિતી આપશે. ભાજપ પ્રતિનિધિ મંડળને સ્કૂલ, હોસ્પિટલ, મોહલ્લા ક્લિનિકની 5 ધારાસભ્યોની ટીમ વિઝીટ કરાવશે.

— Manish Sisodia (@msisodia) June 28, 2022

મનીષ સિસોદિયાની ટ્વીટમનીષ સિસોદીયાએ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યુ કે, મીડિયા દ્વારા જાણવા મળ્યુ કે, ભાજપની ટીમ દિલ્હીની સ્કૂલો-મહોલ્લા ક્લીનિક જોવા આવી રહી છએ. અમે ગુજરાતની ટીમના સ્વાગત માટે તેમજ મોહલ્લા ક્લિનિક બતાવવા માટે પાંચ ધારાસભ્યોની ટીમ તૈયાર કરી છે. જેઓ ભાજપના નેતાઓ જે વિસ્તારમાં ઈચ્છશે તે વિસ્તારમાં તેમને લઈ જશે. સ્કૂલ, હોસ્પિટલ કે મોહલ્લા ક્લિનિક જે જોવા માંગતા હશે તે બતાવીશું. દિલ્હી સરકાર રાજ્યના મહેમાનોનુ સ્વાગત કરે છે. ત્યારે અમારા 5 ધારાસભ્યો એક સપ્તાહ બાદ ગુજરાતની મુલાકાતે જશે અને સ્કૂલ-હોસ્પિટલ જોશે. મને ભરોસો છે કે, ગુજરાત સરકાર પણ આ પ્રકારે અમારુ સ્વાગત કરે અને પોતાની સ્કૂલો અને હોસ્પિટલ બતાવશે. 

આમ, ચૂંટણી નજીક આવતા જ આક્ષેપ પ્રતિઆક્ષેપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપે સત્તાવાર જાહેરાત કરી ન હતી, પરંતુ સીધુ જ પ્રતિનિધિ મંડળ લઈને દિલ્હી પહોંચી ગયું હતું. મીડિયા દ્વારા વાત બહાર આવતા જ દિલ્હીની ટીમે પણ તેની તક ઝડપી લીધી છે. કેજરીવાલની સરકારે કહ્યુ કે, અમે આવકારીશુ અને અમે આવીએ ત્યારે તમે પણ અમને આવકારો તેવુ ઈચ્છીએ છીએ. તો બીજી તરફ, ભાજપનુ માનવુ છે કે ગુજરાત મોડલ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે આ લડાઈ લાંબી ચાલશે અને આગામી દિવસોમાં મોટી શાબ્દિક જંગ જોવા મળી શકે છે.

ભાજપના ઉપાધ્યક્ષ રાજન તિવારી આ ડેલિગેશનને હેડ કરશે. તેમણે કહ્યુ કે, કેજરીવાલ ખોટું પિરસે છે. તેથી અમે ગુજરાતના સાથીઓને નિમંત્રણ આપ્યુ છે કે, તેઓ આવીને સ્વંય જુએ કે કેજરીવાલ સરકારે કેવુ જુઠ્ઠાણું ફેલાવ્યુ છે. લગભગ 16 થી17 લોકોની ટીમ છે જે ગુજરાતની જનતાને જઈને કહેશે કે કેજરીવાલનુ દિલ્હી મોડલ કેટલુ ફેલ છે. અમે પહેલા જ દિલ્હીની સ્કૂલોની પોલ ખોલી છે. અમે આવી સ્કૂલોમાં જવાનુ આમંત્રણ આપ્યુ, તો આપની ટીમે તે સ્કૂલોને બંધ કરી. કેજરીવાલ પોતાના ધારાસભ્યોને જનતાના કામમાં લગાવે, ન કે અમારા કામમાં લગાવે. મહોલ્લા ક્લિનિક અને શાળાના મોડલની પોલ ખુલ્લી પાડશે. હાલ અમારો એજન્ટી ચૂંટણીનો નથી. પરંતુ કેજરીવાલે ગુજરાતમાં જે ખોટુ ફેલાવ્યુ છે, તેનો પર્દાફાશ કરીશું. કેજરીવાલ ખોટુ બોલવાનુ બંધ કરે તેવુ અમે ઈચ્છીએ છીએ. દિલ્હીને કેન્દ્ર સરકાર પણ ચલાવે છે, માત્ર કેજરીવાલ નથી ચલાવતા. તેમના કહેવા અને કરવામાં કેટલુ અંતર છે તે સત્ય અમે બતાવીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news